Site icon

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો વિચિત્ર અકસ્માત, એક સાથે બે પાંચ નહીં પણ 11 ગાડીઓની થઇ જોરદાર ટક્કર, જુઓ વીડિયો..

બોરઘાટમાં એક ઝડપી ટ્રકની ટક્કર બાદ 11 વાહનો એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજા થઈ છે.

Multiple vehicles collided on the Mumbai-Pune Expressway earlier today

બોરઘાટમાં એક ઝડપી ટ્રકની ટક્કર બાદ 11 વાહનો એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજા થઈ છે.

 News Continuous Bureau | Mumbai

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે એક ભયાનક અકસ્માત થયો છે. બોરઘાટમાં એક ઝડપી ટ્રકની ટક્કર બાદ 11 વાહનો એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજા થઈ છે. ઘાયલોને ખોપોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી બાયપાસ પાસે ગુરુવારે બપોરે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વાહનોને મોટા પાયે નુકસાન થયું છે અને કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે . દરમિયાન આ અકસ્માતને કારણે મુંબઈ તરફનો વાહનવ્યવહાર એક કલાકથી વધુ સમય માટે બંધ થઈ ગયો છે. વાહનોની ટક્કર બાદ હાઇવે પર ઢોળાયેલ ઓઇલના કારણે વાહનો લપસી ન જાય તે માટે રોડ પર માટી નાખીને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો: લેબમાં ઉગાડવામાં આવેલા ડાયમંડ સંદર્ભેહનો રિપોર્ટ: શું લેબમાં ઉગાડવામાં આવેલા હીરા ટકાઉ નથી; રિપોર્ટ શું કહે છે?

અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, ટક્કર એટલી જોરદાર હતી કે એક SUV કાર એક સેડાન કાર પર ચઢી ગઈ હતી, જે ફરી એક ટ્રક સાથે અથડાઈ હતી. ગયા વર્ષે પણ આ જ વિસ્તારમાં આવો જ એક અકસ્માત થયો હતો જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ગત વર્ષે પણ આ જ સ્થળે ભયંકર માર્ગ અકસ્માત થયો હતો

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, બોર ઘાટ પર ટ્રાફિક જામ દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ઝડપી ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો અને પાછળથી એક કાર સાથે અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા.

Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
BMC Election 2026: શું ‘સ્પીડબ્રેકર’ રાજનીતિ મુંબઈની રફતારને ફરી રોકી દેશે? વિકાસ અને વિલંબ વચ્ચે જંગ
Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
Mumbai : ગગનચુંબી ઈમારતો ગાયબ! મુંબઈમાં પ્રદૂષણનું જોખમી સ્તર, આટલા AQI સાથે હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી.
Exit mobile version