News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં ચોમાસા(monsoon)ના આગમનના પખવાડીયા બાદ હવે વરસાદી જમાવટ શરુ થઇ હોય તેમ સાંબેલાધાર વરસાદ(rain) વરસી રહ્યો છે. છેલ્લા 36 કલાકમાં 10 ઇંચથી વધુ પાણી વરસતા જનજીવનને વ્યાપક અસર થઇ છે. અનેક પરા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી(waterlogged) ભરાતા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત રેલવે(railway) તથા વિમાની સેવાઓને પણ અસર થઇ છે. દરમિયાન હવે મુંબઈમાં વરસાદને લઈને પણ રાજકારણ શરૂ થઇ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર
સોશિયલ મીડિયા ટ્વિટર પર આમ આદમી પાર્ટી(AAP)એ મુંબઈના જળભરાવનો એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં પાર્ટીએ લખ્યું છે કે, મુંબઈના રસ્તાઓ પર ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ચલાવવી કે પછી બોટ.. જુઓ તે વિડીયો..
मुंबईच्या रस्त्यावरती दुचाकी,चारचाकी वाहने चालवायची की होड्या?#MumbaiRains #BMC_मुंबई_बुडवणार pic.twitter.com/ANlmzBLMUM
— AAP Mumbai (@AAPMumbai) July 1, 2022