Site icon

મુંબઈના આ ઉપનગરીય વિસ્તારમાં ઈમારત થઈ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ, બચાવ કામગીરી ચાલુ..

 News Continuous Bureau | Mumbai

મુંબઈના ઉપનગરીય બાંદ્રા(Mumbai Bandra)ના શાસ્ત્રીનગરમાં 8 જૂનની મધ્યરાત્રિએ બે માળની ઈમારત ધરાશાયી(Building collaps) થઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જયારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને ભાભા હોસ્પિટલ(Bhabha Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર(Fire)ની 7-8 ગાડીઓ, પોલીસ, એક એમ્બ્યુલન્સ(ambulance) અને નગરપાલિકા(BMC)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ અનુસાર, BMCએ જણાવ્યું છે કે દુર્ઘટના બાદ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. મુંબઈ પોલીસ (Mumbai Police) ના ડીસીપી મંજુનાથ સિંગેએ મીડિયાને જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 12.15 વાગ્યે ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હવે સલામત છે. આ તમામ બિહાર(Bihar)ના મજૂરો છે. કાટમાળ નીચે 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

મધરાતે બનેલી ઘટના બાદ વિસ્તારમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version