મલાડના માલવણી વિસ્તારમાં આવેલા મઢ બીચ પર દરિયામાં તરવા ગયેલા 18 વર્ષીય યુવકનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું છે.
આ ઘટના યુવક ગત રવિવારે તેના ત્રણ મિત્રો સાથે મઢ ખાતે સમુદ્રમાં તરવા ગયો હતો ત્યારે બની હતી.
જોકે લાઇફ ગાર્ડ્સની મદદથી, યુવકને પાણીની બહાર ખેંચીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
હાલ માલવણી પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને મૃતદેહને મૃત્યુના ચોક્કસ કારણો શોધવા માટે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.
