ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
03 ફ્રેબ્રુઆરી 2021
શિવસેના પાર્ટી માં આદિત્ય ઠાકરે ની છબી નંબર ટુ ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. મુંબઈ શહેરમાં અનેક એવા પાયારૂપ કામો છે જેમાં આદિત્ય ઠાકરે એ પોતાની ભૂમિકા નિભાવી છે.
હવે આદિત્ય ઠાકરે એક મોટું પગલું ઉચકવા જઈ રહ્યા છે. આ પગલાંને કારણે મુંબઇ શહેરના વેપારીઓને ઘણો લાભ થાય તેવી શક્યતા છે. આદિત્ય ઠાકરે નિર્ણય કર્યો છે કે કોરોના ની અસર ગયા બાદ મુંબઈ શહેર ની નાઈટ લાઈફ ફરી એકવાર શરૂ કરવામાં આવશે.
આ નવી યોજના હેઠળ હોટલો તેમજ દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે. આ ઉપરાંત મુંબઈ શહેરને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ રીતે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સ્વરૂપ કેવું રહેશે જેથી મુંબઈની બહાર ના લોકો મુંબઈ શહેર તરફ આકર્ષાઈને પાછા આવે.
આદિત્ય ઠાકરે ના આ પગલાને કારણે મુંબઈના વેપારીઓને લાભ થવાની શક્યતા છે