ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર .
કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના કર્મીઓ સંક્રમિત થઇ રહ્યા છે.
છેલ્લા 48 કલાકમાં 366 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે.
આ નવા આંકડા સાથે હવે મુંબઈ પોલીસ દળમાં 884 કર્મચારીઓ સંક્રમિત થયા છે.
મુંબઈ પોલીસ દળમાં હાલ 1,253 સક્રિય કેસ છે.
શહેરમાં અત્યાર સુધીમાં કુલ 126 પોલીસ કર્મચારીઓના કોરોનાને કારણે મોત થયા છે.