202
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
19 જાન્યુઆરી 2021
મુંબઈ શહેરમાં કોરોના નું રસી અભિયાન શરૂ થઈ ગયા ને આજે ત્રણ દિવસ થઇ ચુક્યા છે. આવા સમયે મુંબઈ શહેરમાં કોરોના ને કારણે તબિયત ખરાબ થવા નો પહેલો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વી એન દેસાઈ હોસ્પિટલ માં ૪૨ વર્ષીય ડૉક્ટરને ૦.૫ ml કોરોના રસી આપ્યા પછી તેની તબિયત ખરાબ થઈ હતી.
રસી લીધા બાદ તેમને ઝાડા છૂટી પડ્યા હતા, શરીરમાં નબળાઈ જણાવી આવી હતી, ઊંઘ વધુ પડતી આવી રહી હતી તેમજ તાવ અને ડિહાઇડ્રેશન થયું હતું. આ તમામ લક્ષણો દેખાયા પછી તત્કાળ તેમને હોસ્પિટલના icu વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમની હાલત સ્થિર છે અને તબિયત ઘણી જ સારી છે.
આ મુંબઈ શહેરમાં કોઈ ખરાબ કિસ્સો સામે આવ્યો નથી પરંતુ કોરોનાની રસી ને કારણે કઈ આડઅસર થાય છે તે દેખાઈ આવ્યું.
You Might Be Interested In
