Site icon

ઇલેક્ટ્રિક વાહનો માટે સારા દિવસ, મુંબઈ મનપા આટલાં સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021 
ગુરુવાર
પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા મહારાષ્ટ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે નવી પૉલિસી જાહેર કરી હતી. વધુમાં વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળે જેથી સરકારે કરવેરામાં અનેક છૂટછાટો આપી છે. આગામી સમયમાં સરકારી તથા મુંબઈ મહાનગરપાલિકા પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની છે, જેમાં પહેલા તબક્કામાં મુંબઈ મનપા માર્ચ 2022 અંત સુધીમાં 83 ઇલેક્ટ્રિક વાહનો લેવાની છે, તો પોતાના તથા મુંબઈગરા પોતાના ઈ-વાહનોને ચાર્જ કરી શકે એ માટે પાલિકા મુંબઈમાં 85 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાની છે.
પાલિકાના જણાવ્યા મુજબ  2025ની સાલ સુધીમાં 15 ટકા પબ્લિક ટ્રાન્સપૉર્ટેશન ઇલેક્ટ્રિક વાહનો આધારિત હશે, તો 2023 સુધીમાં 50 ટકા પબ્લિક ટ્રાન્સપૉર્ટેશન પણ ઇલેક્ટ્રિક વાહન આધારિત હશે. પાલિકાએ પણ પોતાના કાફલામાં રહેલાં વાહનોમાં 10 ટકા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. એ મુજબ પહેલા તબક્કામાં 83 વાહનો ખરીદશે. એ માટે પાલિકા 35 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

શાળાઓ તો ખૂલી પણ વિદ્યાર્થીઓ ક્યાં? મુંબઈમાં આટલા લાખ વિદ્યાર્થીઓ ગાયબ ; જાણો વિગત

Join Our WhatsApp Community

ભવિષ્યમાં આટલી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનોને કારણે ચાર્જિંગ સ્ટેશનની પણ આવશ્યકતા નિર્માણ થવાની છે. એથી મુંબઈમાં 85 સ્થળોએ ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવવાનાં છે. આગામી 3થી 4 મહિનામાં પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ હેઠળ આ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે. એ ઉપરાંત બેસ્ટ ઉપક્રમ પણ 55 ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાની છે, જ્યાં ફક્ત તેમનાં જ નહીં, પણ  ખાનગી વાહનો પણ ચાર્જ કરી શકાશે.

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version