ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈમાં કોરોનાના નવા કેસનો ગ્રાફ નીચે ઊતરી રહ્યો છે. વેક્સિનેશન ઝડપી બનાવવાનો મુંબઈ મનપા પ્રયાસ કરી રહી છે. પાલિકા અને ખાનગી હૉસ્પિટલના કુલ 475 વેક્સિનેશન સેન્ટર્સમાં નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. દિવસના 80,000થી 1,00,000 લોકોને રોજ વેક્સિન આપવામાં આવી રહી છે. એમાં 18 વર્ષથી ઉપરની વયના 90 લાખ લાભાર્થીઓમાંથી 97 ટકા લાભાર્થીઓને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, તો બાકીના લોકોને ઑક્ટોબરના અંત સુધીમાં પહેલો ડોઝ આપી દેવાનો પાલિકાએ લક્ષ્યાંક રાખ્યો છે. એ સાથે જ મુંબઈમાં 65 ટકા વેક્સિનેશન પૂરું થશે. એટલે કે ફક્ત 11 દિવસમાં મુંબઈમાં 100 ટકા પાત્ર નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી જશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
નેતાજી ફસાયા..! 28 વર્ષ જૂના કેસમાં ભાજપના આ ધારાસભ્યને થઇ 5 વર્ષની જેલ; કારણ જાણીને ચોંકી ઉઠશો
વેક્સિનેશન ઝડપથી થાય એ માટે જે લોકોએ હજી સુધી વેક્સિન લીધી નથી એવા લોકો સુધી પાલિકા પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. એમાં હાઉસિંગ સોસાયટી, ઝૂંપડપટ્ટીઓમાં વેક્સિન માટે કૅમ્પ રાખવામાં આવી રહ્યા છે. પહેલી નવેમ્બરથી ટૅક્સી ડ્રાઇવર, ફેરિયાઓ, દુકાનદારો માટે ખાસ વેક્સિનેશન કૅમ્પ રાખવામાં આવી રહ્યા છે. મોબાઇલ વેનના માધ્યમથી પણ ફરતો વેક્સિનેશન કૅમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. હાલ અંધેરી અને દાદર, ધારાવી, માહિમ વેક્સિન આપવા મોબાઇલ વેન ફરી રહી છે. બહુ જલદી મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ આ મોબાઇલ વેન ચાલુ કરવામાં આવવાની છે.
મુંબઈમાં 18 વર્ષથી ઉપરના પાત્ર લાભાર્થીઓની સંખ્યા 90 લાખ છે. મુંબઈમાં અત્યાર સુધી વેક્સિનના કુલ 1,35,15,111 ડોઝ આપવામાં આવ્યા છે. એમાં 86,29,807 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે, તો 48,85,304 લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.