Mumbai: વિલે પાર્લેમાં બેસ્ટ બસ દ્વારા અથડામણ થતાં 41વર્ષીય શખ્સનું મોત, પોલીસે કરી ડ્રાઈવરની ધરપકડ..

Mumbai: વિલેપાર્લે પૂર્વમાં 5 જૂને આ અકસ્માત નેહરુ રોડ પર થયો હતો. જેમાં પોલીસે ડ્રાઈવર રાહુલ કાંબલેની ધરપકડ કરી હતી. ફરિયાદ મુજબ, બુધવારે બપોરે 2 વાગ્યે, બસ વર્લીથી આવી રહી હતી અને સીપ્ઝ, અંધેરી (પૂર્વ) તરફ જઈ રહી હતી.

by Bipin Mewada
Mumbai A 41-year-old man died after being hit by a BEST bus in Vile Parle, the police arrested the driver..

 News Continuous Bureau | Mumbai

Mumbai: વિલે પાર્લે પૂર્વમાં 5 જૂને બેસ્ટની બસની ( BEST Bus ) ટક્કર લાગતા 41 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે પોલીસે બેસ્ટ બસના ડ્રાઈવર ( Bus Driver ) સામે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી. 

વિલેપાર્લે ( Vile Parle ) પૂર્વમાં 5 જૂને આ અકસ્માત ( Road Accident ) નેહરુ રોડ પર થયો હતો. જેમાં પોલીસે ડ્રાઈવર રાહુલ કાંબલે (44)ની ધરપકડ કરી હતી. ફરિયાદ મુજબ, બુધવારે બપોરે 2 વાગ્યે, બસ વર્લીથી આવી રહી હતી અને સીપ્ઝ, અંધેરી (પૂર્વ) તરફ જઈ રહી હતી.

 Mumbai: સારવાર દરમિયાન બે દિવસ બાદ પ્રદમ સિંહનું મૃત્યું થયું હતું…

તે સમયે મૃતક પ્રદમ સિંહ (ઉ.વ. 41) રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યારે બસે તેને પાછળથી ટક્કર મારતાં તેના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ બસ ડ્રાઈવરે પ્રદમ સિંહને તાત્કાલિક કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 7 જૂને બપોરના સમયે ડોક્ટરોએ પ્રદમ સિંહને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર  પણ વાંચો: Harappa Civilisation: હવે વૈજ્ઞાનિકો અને સંસ્કૃત વિદ્વાનો સાથે મળીને ઋગ્વેદ પર કરશે આ મોટું સંશોધન, શું કોઈ રહસ્ય બહાર આવશે?..

સિંહ ચોકીદાર તરીકે કામ કરતો હતો અને વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતો હતો. આ ઘટના બાદ પોલીસે ( Mumbai police ) તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી. તેના સંબંધીઓને જાણ કરી હતી.

તેમજ પોલીસે બસ ડ્રાઈવર સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી હતી.

 

Join Our WhatsApp Community

You may also like