Site icon

Mumbai: બોરીવલીના આ વિસ્તારમાં હાઈ સ્પીડ રિક્ષાનો કહેર… એકનું મોત.. જાણો વિગતે..

Mumbai: મુંબઈ શહેરમાં હાલ એક સપ્તાહની અંદર રોડ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

Mumbai A high speed rickshaw in this area of Borivali... one died.. Know the details....

Mumbai A high speed rickshaw in this area of Borivali... one died.. Know the details....

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈના બોરીવલી ( Borivali ) વિસ્તારમાં એક ઝડપી ઓટો રિક્ષા ( Auto Rickshaw ) સાથે અથડાતા ( Accident ) 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ ઘટના શુક્રવારે સવારે લગભગ 9.30 વાગ્યે બની હતી. જે બાદ આરોપી રિક્ષાચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, બોરીવલી પોલીસે ( Borivali Police ) તેને પકડી પાડ્યો હતો, ધરપકડ બાદ રિક્ષાચાલકને ( Rickshaw driver ) જામીન મળતા છોડવામાં આવ્યો હતો. મુંબઈ શહેરમાં હાલ એક સપ્તાહની અંદર રોડ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. 

Join Our WhatsApp Community

આ ઘટના અંગે પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે ઝડપી રિક્ષાના અડફેટમાં આવતા મૃત્યુ પામેલી મહિલા બોરીવલીમાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતી હતી. દરમિયાન શુક્રવારે સવારે 9.30 વાગ્યાના સુમારે મૃત મહિલા રોડ પર પ્રસન્ન જીવન બિલ્ડીંગની સામે રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે એક ઝડપથી આવતી રિક્ષાએ તેને જોરદાર ટક્કર મારી હતી. અથડામણમાં મહિલાને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. એક વડાપાવ વિક્રેતાએ મૃતકના ભત્રીજાને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ ભત્રીજો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જેમાં સ્થાનિક લોકો તેને નજીકની ગણેશ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે સારવાર પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

હાલ આરોપી જામીન મળતા આઝાદ …

પોલીસે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ ઘટનામાં આરોપી રિક્ષાચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, બોરીવલી પોલીસે તેને પકડી લીધો હતો. જેમાં મૃતક મહિલાના ભત્રીજાની ફરિયાદના આધારે, રિક્ષાચાલક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279, 304 (A), 134 (A) અને મોટર વાહન અધિનિયમની કલમ 134 (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને જામીન મળતા તેને છોડી મુકવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : New Year celebration: દેશભરમાં નવા વર્ષનું ઉત્સાહ સાથે જશ્ન.. શ્રીનગરમાં પણ પ્રથમ વખત ધામધૂમ સાથે કરાઈ ઉજવણી.. જુઓ વિડીયો..

દરમિયાન, એક સપ્તાહમાં મુંબઈમાં રોડ અકસ્માતમાં પહેલા બે લોકોના મોત થયા હતા. જેમાં એક્ઝિક્યુટિવ અને હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીનું મોત થયું હતું.

Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version