News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ એરપોર્ટ પર એક શખ્સને તેની પત્નીથી છુપાઈને થાઈલેન્ડ ( Thailand Trip ) અને બેંગકોકની યાત્રા કરવી મોંઘી સાબિત થઈ હતી. તે દર વખતે થાઈલેન્ડ જતો હતો પરંતુ તેની ટ્રીપ તેની પત્નીથી છુપાવતો હતો. તે તેની પત્નીને ખોટું બોલીને જતો હતો કે તેણે ભારતમાં બિઝનેસ મીટિંગ્સ કરવા જઈ રહ્યો છે. તેની પત્ની દ્વારા તપાસ ટાળવા માટે, વિકાસે તેના પાસપોર્ટના પેજ સાથે છેડછાડ પણ કર્યા હતા. તેને ખબર નહોતી કે પાસપોર્ટ સાથે છેડછાડ કરવું તેને કેટલું મોંઘી પડશે. આ મામલે તેને સહાર પોલીસે પકડી લીધો હતો. પોલીસે 33 વર્ષીય આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં તેના પર આરોપ છે કે તે તેની પત્નીથી બચવા માટે તેણે કથિત રીતે પાસપોર્ટના પેજ સાથે છેડછાડ કરી હતી.
સહાર પોલીસના જણાવ્યા અનુસાર, ઇમિગ્રેશન અધિકારીઓને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( Mumbai Airport ) પર ચેકિંગ દરમિયાન એક મુસાફરનો શંકાસ્પદ પાસપોર્ટ મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે અવારનવાર બેંગકોક અને થાઈલેન્ડની મુલાકાત લેતો હતો, પરંતુ તેણે પ્રવાસના રેકોર્ડ છુપાવવા માટે તેના પાસપોર્ટના 12 પાના સાથે કથિત રીતે ચેડા કર્યા હતા.
Mumbai: વિવાદથી બચવા માટે વિકાસે પાસપોર્ટના પાના સાથે છેડછાડ કરતો હતો….
જ્યારે અધિકારીઓએ આ અંગે તેની પૂછપરછ કરી તો તેણે જવાબો આપવાનું શરૂ કર્યું હતું. જો કે, ઇમિગ્રેશન અધિકારીઓને ( Mumbai Immigration department ) શંકા થતા તેમણે આ માહિતી સહાર પોલીસને આપી હતી. પોલીસે વિકાસને કસ્ટડીમાં લીધા બાદ થોડી કડકતા દર્શાવી તો વિકાસે જણાવ્યું હતું કે તેની પત્નીને ( Husband Wife ) તેના વિદેશ જવાની જાણ નહોતી. જો તેને ખબર પડે કે હું બેંગકોક અને થાઈલેન્ડ ગયો હતો. તો તેનો તેની પત્ની સાથે વિવાદ થશે.
આ સમાચાર પણ વાંચો : Ghas Chara Vikas Yojana: ગુજરાતમાં ગ્રામ પંચાયત, ગૌશાળા અને પાંજરા પોળોના ગૌચર માટે ધાસચારા વિકાસ યોજના હેઠળ તા.૩૦મી જુલાઇ સુધીમાં અરજીઓ કરવી
વિવાદથી બચવા માટે વિકાસે પાસપોર્ટના ( Passport ) પાના સાથે છેડછાડ કરતો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે 2023 અને 2024માં ઘણી વખત થાઈલેન્ડ ગયો હતો. તેની પત્ની આ વાતથી અજાણ છે. લોજિસ્ટિક્સનો વ્યવસાય ચલાવતા આરોપી વિરુદ્ધ ભારતીય પાસપોર્ટ ( Indian Passport ) એક્ટ હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટના આદેશથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.