News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ પોલીસે 24 વર્ષીય ઓટો-રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ નવી ઉદઘાટન કરાયેલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક ( MTHL ) માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે ( Auto-rickshaw driver ) આરોપી સવારે MTHL બ્રિજ પર પ્રવેશ્યો હતો. જેમાં અન્ય વાહનચાલકોએ તથા લોકોએ આ ઓટોના ( Auto-rickshaw ) ફોટો લઈને સોશિયલ મીડિયા પર ઉપલોડ કરી દીધા હતા. જે બાદ પોલીસે તેની તપાસ શરુ કરી હતી. જેમાં વાયરલમાં પોસ્ટમાં દેખાતા નંબર પ્લેટના આધારે પોલીસ ઓટો ચાલકને શોધવામાં સફળ રહી હતી. વાહન ચાલક નવી મુંબઈનો હતો, તેથી તેને શિવડી પોલીસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતુ. જે બાદ તેના પર બ્રિજ પર નિયમનો ઉલ્લંઘન બદલ કેસ નોંધાયો હતો.
Atal setu pic.twitter.com/YOVp08VmLm
— Saravanan Radhakrishnan ☮️ (@saravnan_rd) January 15, 2024
ફક્ત જોયરાઈડીંગ ( Joyriding ) માટે આવુ કર્યુ હતુ….
પ્રાપ્ત માહિતીમાં પોલીસની ( Mumbai Police ) પુછપરછમાં 24 વર્ષીય ઓટો ચાલકે જણાવ્યુ હતું કે તે, મને માત્ર આ બ્રિજ પર એક વખત ડ્રાઈવીંગ કરવી હતી. તેથી જોયરાઈડીંગ માટે હુ જ્યારે રસ્તો શાંત હતો ત્યારે બ્રિજ પરથી પસાર થયો હતો.
Entry of the following vehicles: Motor Cycle, Moped, 3 Wheeler Tempo, Auto Rickshaw, Tractor, Tractor With unladen trolley, Animal Drawn Vehicles & Slow Moving Vehicle will not be allowed on MTHL.#MumbaiTransHarbourLink #MTHL #AtalSetu #MTPTrafficUpdates pic.twitter.com/GZ0YKU3o9e
— Mumbai Traffic Police (@MTPHereToHelp) January 11, 2024
જો કે, અન્ય વાહનચાલકો અને ( Traffic Police ) ટ્રાફિક પોલીસકર્મીઓ તેમના માર્ગમાં આવ્યા હોવાથી જોયરાઇડનું તેમનું ‘સ્વપ્ન’ પૂર્ણપણે સાકાર થઈ શક્યું ન હતું. મુસાફરો કાં તો તેના પર બૂમો પાડી રહ્યા હતા અથવા આ બ્રિજ પર ઓટો રિક્ષા ચાલતી હોવાનું ફિલ્માંકન કરી રહ્યા હતા, જ્યારે ટ્રાફિક પોલીસે તેને રોકવાનો સંકેતો આપી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શરદ પવારને મળ્યું આમંત્રણ.. જાણો શરદ પવારે આ વિશે શું કહ્યું..
ઉલ્લેખનીય છે કે નાના વાહનો માટે MTHL અથવા આવા કોઈપણ બ્રિજ/ફ્લાયઓવર પર વાહન ચલાવવું એકદમ જોખમી છે. જેની સ્પીડ મર્યાદા 100 kmph હોય તેવા જ વાહનો અહીં આવવાની પરવાનગી છે. કારણ કે આ દરિયાઈ પુલ હોવાથી, પવનની વધુ ગતિ નાના વાહનો અહીં આવતા અકસ્માતનું કારણ બની શકે છે. તેથી નો એન્ટ્રીનું બોર્ડ જોવા છતાં 24 વર્ષીય ઓટો ચાલક બ્રિજમાં પ્રવેશ્યો હતો. તેથી પોલીસ નિયમોના ઉલ્લંઘન બદલ તેની સામે એફઆઈઆર નોંધી છે. વડાલા વિભાગના ટ્રાફિક પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે. ઓટો ડ્રાઈવરે કબૂલ્યુ હતું કે તેણે નો-એન્ટ્રીનું બોર્ડ જોયું હતું. તેમ છતાં તે બ્રિજ પર પ્રવેશ્યો હતો.
એક રિપોર્ટ મુજબ, MTHL પર મોટરસાઇકલ, મોપેડ, થ્રી-વ્હીલર ટેમ્પો, ઓટો, ટ્રેક્ટર, ભરેલી ટ્રોલી વગરના ટ્રેક્ટર, ધીમી ગતિએ ચાલતા વાહનોને મંજૂરી નથી. મુંબઈ અને નવી મુંબઈ ટ્રાફિક પોલીસે જો આવા વાહનચાલકો પુલ પર દેખાશે, તો તેમની સામે ફોજદારી ગુના નોંધવાની પણ ચેતવણી જારી કરી છે.