Site icon

મુંબઈવાસીઓ સાવધાન – મહામારીનું જોખમ હજી મુંબઈમાંથી ટળ્યું નથી- શહેરમાં કોરોના કેસ વધતા પાલિકાએ આપ્યા આ આદેશ

 News Continuous Bureau | Mumbai

દેશની આર્થિક રાજધાની મુંબઈ(Mumbai)માં છેલ્લા કેટલાક સમયથી કોરોના મામલે લોકોને રાહત હતી, પરંતુ હવે ફરી એકવાર કોરોનાના કેસ(covid case)માં વધારો થવા લાગ્યો છે. ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણ(covid-19)ના પગલે પાલિકા પ્રશાસન(BMC) એલર્ટ થઇ ગયું છે.

Join Our WhatsApp Community

હાલ શહેરમાં છ ટકાનો પોઝીટીવીટી રેટ(positiviry rate) હોવાથી એક વ્યક્તિથી અન્ય છ વ્યક્તિ સુધી કોરોના ફેલાઈ શકે છે. તેમજ હવે જ્યારે ચોમાસું(monsoon) તેના માથા પર છે, ત્યારે કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થશે. એવી ચિંતામાં પાલિકાએ અધિકારીઓને યુદ્ધના ધોરણે પરીક્ષણ(teને તાત્કાલિક વધારવા માટે કહ્યું છે. સાથે જ ટેસ્ટ લેબ(test lab)ને સંપૂર્ણ રીતે તૈયાર રાખવા અને કર્મચારીઓની સંખ્યા વધારવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં BMC નો 100 ટકા નાળાસફાઈનો પોકળ દાવો -જુઓ વિડિયો

આ ઉપરાંત, કોર્પોરેશને શહેર(City)માં 12 થી 18 ની ઉંમરના લોકોના રસીકરણ(vaccination) પણ ઝડપી બનાવવા તેમજ જેમને બુસ્ટર ડોઝ(booster dose) બાકી છે તેવા લોકોને રસીકરણ આપવા માટેનું અભિયાન(campaign) પણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કેસમાં ફરી વધારો થઇ શકે તો સારવાર માટે જંગી હોસ્પિટલ(hospital)ની વ્યવસ્થા ઉભી કરવા માટે તેમજ આરોગ્ય કર્મચારી(health woraker)ઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે મંગળવારે, મુંબઈ(Mumbai)માં 506 નવા કોવિડ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે 6 ફેબ્રુઆરી (536 કેસ) પછી સૌથી વધુ દૈનિક સંખ્યા છે. આ વર્ષે એપ્રિલમાં નોંધાયેલા કેસોની સરખામણીમાં મુંબઈમાં મે(may) મહિનામાં નોંધાયેલ કોરોનાના કેસો(covid case)ની સંખ્યામાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version