News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ(Dream project) ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Mumbai-Ahmedabad Bullet Train Project) માટે મહારાષ્ટ્રમાંની(Maharashtra) જમીન અધિગ્રહણ કરાવવાનું(Land acquisition) તેમજ વળતરનું કામકાજ પૂરું કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(CM Eknath Shinde) 30 સપ્ટેમ્બરની મુદત નક્કી કરી છે.
શિંદેએ આ સંદર્ભમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓની તાજેતરમાં એક બેઠક બોલાવી હતી અને એમને આદેશ આપ્યો હતો કે એમણે યુદ્ધના ધોરણે કામ કરવું અને જ્યાં પણ જરૂરી પરવાનગીઓ મેળવવાની હોય એ તાકીદે મેળવી લેવી અને મુદત મુજબ કામ પૂરું કરવાનું રહેશે.
શિંદેએ અધિકારીઓને કહ્યું છે કે રૂ. 1.08 લાખ કરોડના ખર્ચવાળી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે(High-speed railway) (બુલેટ ટ્રેન) (Bullet Train) યોજના માટે મહારાષ્ટ્ર સરકારને ભાગે જે જમીન અધિગ્રહણની જવાબદારી છે તે અંતર્ગત જમીન સંપાદન કરવા, વળતરની પ્રક્રિયા પૂરી કરવા અને જમીન ટ્રાન્સફર કરવાના કામો 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરા કરવાના રહેશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ગેરકાયદે બાંધકામને લઈને ભાજપના નેતાનો મુખ્ય પ્રધાનને પત્ર-કરી આ માંગણી
શિંદેના નિર્દેશો મહત્વપૂર્ણ છે કારણ કે પાલઘર જિલ્લામાંથી(Palghar District) લગભગ 159.07 હેક્ટર જમીનનો કબજો હજુ બાકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી કુલ 1396 હેક્ટર જમીનની જરૂર હતી. મહા વિકાસ આઘાડી સરકાર(Maha Vikas Aghadi Govt) દરમિયાન, કેન્દ્ર (Central Govt) સાથેના ઝઘડાને કારણે જમીન સંપાદન અટકી ગયું હતું.