News Continuous Bureau | Mumbai
Mumbai Ahmedabad Rail Traffic: વટવા-અમદાવાદ વચ્ચે ડાઉન લાઇન પર ટ્રેન સેવાઓ ( rail traffic ) પ્રભાવિત થઈ છે કારણ કે આ લાઇનની આસપાસ કામ કરી રહેલા સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી ( gantry ) માંથી એક ગર્ડર લૉન્ચિંગ પૂર્ણ કર્યા પછી પાછું ખેંચતી વખતે ભૂલથી તેની જગ્યાએથી ફિસલાઈ ગયું હતું. જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો છે.
Mumbai Ahmedabad Rail Traffic: આંશિક રદ થયેલી ટ્રેનો
- 23.03.2025ની ટ્રેન નંબર 19417 બોરીવલી-વટવા એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-વટવા વચ્ચે આંશિક રદ રહેશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદેભારત એક્સપ્રેસ વડોદરા-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રદ રહેશે.
- 23.03.2024ની ટ્રેન નંબર 20936 ઇંદોર-ગાંધીધામ એક્સપ્રેસ નડિયાદ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન નડિયાદ-ગાંધીધામ વચ્ચે આંશિક રદ રહેશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇંદોર એક્સપ્રેસ નડિયાદથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન ગાંધીધામ-નડિયાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- 23.03.2024ની ટ્રેન નંબર 19310 ઇંદોર-અમદાવાદ શાંતિ એક્સપ્રેસ આનંદ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આનંદ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 19309 અમદાવાદ-ઇંદોર શાંતિ એક્સપ્રેસ આનંદ સ્ટેશનથી શૉર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-આનંદ વચ્ચે આંશિક રદ રહેશે.
- 23.03.2024ની ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ છાયાપુરી સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન છાયાપુરી-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- 23.03.2024ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ મહેમદાબાદ ખેડારોડ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન મહેમદાબાદ ખેડારોડ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
Mumbai Ahmedabad Rail Traffic: સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો
- 23.03.2024ની ટ્રેન નંબર 19418 વટવા-બોરીવલી એક્સપ્રેસ
- 24.03.2024ની ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ
- 24.03.2024ની ટ્રેન નંબર 19035 વડોદરા-વટવા ઇન્ટરસિટી
- 24.03.2024ની ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન
- 24.03.2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી
- 24.03.2024ની ટ્રેન નંબર 20959/20960 વડનગર-વલસાડ-વડનગર એક્સપ્રેસ
- 24.03.2024ની ટ્રેન નંબર 69130 વટવા-આણંદ મેમુ
- 24.03.2024ની ટ્રેન નંબર 69115/69102 વડોદરા-વટવા-વડોદરા મેમુ
આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, આ તારીખથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન.. ચેક કરો શેડ્યુલ..
Mumbai Ahmedabad Rail Traffic: પુનઃનિર્ધારિત ટ્રેનો
- 24.03.2024ની ટ્રેન નંબર 22920 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ હમસફર એક્સપ્રેસ અમદાવાદથી 09:40 વાગ્યેના સ્થાને 12:30 વાગ્યે પ્રસ્થાન કરશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી 05:30 વાગ્યેના સ્થાને 08:00 વાગ્યે પ્રસ્થાન કરશે.
- 24.03.2024ની ટ્રેન નંબર 20924 ગાંધીધામ-તિરુનેલવેલી એક્સપ્રેસ ગાંધીધામથી 04:50 વાગ્યેના સ્થાને 08:50 વાગ્યે પ્રસ્થાન કરશે.