News Continuous Bureau | Mumbai
Mumbai Air Pollution: મુંબઇ શહેરની હવા એટલી ખરાબ થઇ ચૂકી છે કે હવે રાજ્ય સરકારે ( State Govt ) મુંબઇ સહિત રાજ્યના સત્તર શહેરોના રહેવાસીઓને સવાર-સાંજ લટાર મારવાનું બંધ રાખવાની સલાહ આપી છે. ધુમ્મસ ( fog ) અને હવાના પ્રદૂષણને કારણે હાલ સવારે અને સાંજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ( Air Quality Index) નબળો રહેતો હોવાથી સરકારે સાવચેતીના પગલાંરુપે આ ચેતવણી જારી કરી છે.
6 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે મુંબઈના કેટલાક વિસ્તારોએ AQI 270નો આંકડો વટાવ્યો હતો, જે માત્ર સત્તાવાળાઓ માટે જ નહીં, નાગરિકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. માહિતી અનુસાર, BKC, મલાડ, સાયન, પવઈ, ચેમ્બુર, મુલુંડ, કોલાબા અને દેવનાર જેવા વિસ્તારો, જે BMC અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, ત્યાં અતિ નબળો AQI નોંધાયો છે.
મુંબઇના બીકેસી અને કોલાબા વિસ્તારને બાદ કરતાં સમગ્ર શહેરમાં એક્યુઆઇ (AQI) સરેરાશ સ્તરે જણાયો છે જ્યારે બીકેસી અને કોલાબામાં એક્યુઆઇ (AQI) ૨૦૦ કરતાં વધારે જણાયો છે. આમ છતાં રાજ્ય સરકારે સાવચેતીના પગલાં રુપે તમામ જિલ્લાઓને તેમના વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા એક્શન પ્લાન તેયાર કરવા જણાવ્યું છે. જે લોકો પ્રદૂષણ સબંધિત સમસ્યાઓ જેમ કે શ્વાસ રુંધાવો, કફ, છાતીમાં દુખાવો, ચક્કર આવવા અને આંખમાં ચળ આવવા જેવી સમસ્યાઓ ધરાવતાં હોય તેમને ડોક્ટરની સલાહ લેવા અને એન-૯૫ માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : SL vs BAN: શું એન્જેલો મેથ્યુસની હતી ભૂલ ? ‘ટાઈમ આઉટ’ વિવાદ વિશે ફોર્થ અમ્પાયરે કરી સંપુર્ણ સ્પષ્ટતા.. જાણો વિગતે અહીં..
આરોગ્ય ખાતાએ હેલ્થ એક્શન પ્લાનની જાહેરાત કરી…
મુંબઇ ઉપરાંત થાણે, પૂણે, નાગપુર, ઔરંગાબાદ, નાસિક અને અન્ય શહેરોમાં હવાની ગુણવત્તા કથળવાને પગલે સરકારે આ મોટું પગલું ભર્યું છે. સરકારે એક્યુઆઇના આંકડા તથા બિમારીઓની સમસ્યાઓને સાંકળવાની તથા તેનું દૈનિક રિપોર્ટિંગ જિલ્લા અધિકારીઓ તથા સબંધિત મ્યુનિસિપલ અધિકારીઓને નિયમિતપણે કરવા જણાવ્યું છે. છેલ્લા થોડાં સમયથી પ્રદૂષણની સમસ્યાએ વિકરાળ રુપ ધારણ કરતાં સરકારને પગલાં ભરવાની ફરજ પડી છે.
કેન્દ્રના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન ખાતાના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં મુંબઇની મુલાકાત લઇ મુંબઇનું હવામાન ચકાસશે અને સરકાર દ્વારા પ્રદૂષણને નાથવા માટે લેવામાં આવેલાં પગલાંની સમીક્ષા કરશે. મુંબઇમાં હવાની ગુણવત્તા કથળવાને પગલે બોમ્બે હાઇકોર્ટે આ બાબતની દખલ લઇ સરકારને પગલાં ભરવા જણાવતાં સરકારના આરોગ્ય ખાતાએ હેલ્થ એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. રસ્તા પરની ધૂળના કણોને ઘટાડવા માટે, BMCએ રવિવારે 24 ટેન્કરોનો ઉપયોગ કરીને શહેરમાં 54 km રસ્તા ધોવામાં આવ્યા હતા. જ્યાં AQI વધારે હતો તેવા વોર્ડમાં પણ મિસ્ટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો