Site icon

Mumbai Airport: મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચ્યો હડકંપ, 48 કલાકના સમયમાં, બિટકોઈનમાં માંગયા આટલા લાખ ડોલર.. જાણો વિગતે..

Mumbai Airport: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ગુરુવારે (23 નવેમ્બર) ઈમેલ દ્વારા આપવામાં આવી હતી..

Mumbai Airport Mumbai airport bombed threat caused riot, within 48 hours, demanded 1 million dollars in Bitcoin

Mumbai Airport Mumbai airport bombed threat caused riot, within 48 hours, demanded 1 million dollars in Bitcoin

News Continuous Bureau | Mumbai

Mumbai Airport: મહારાષ્ટ્ર ( Maharashtra ) ની રાજધાની મુંબઈ ( Mumbai ) માં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ( Mumbai International Airport ) ના ટર્મિનલ 2 ( Terminal 2 ) પર બોમ્બ ( Bomb ) હોવાની ધમકી મળી છે. આ ધમકી ગુરુવારે (23 નવેમ્બર) ઈમેલ ( Email ) દ્વારા આપવામાં આવી હતી. જેમાં 48 કલાકની અંદર બિટકોઈન ( Bitcoin ) માં 10 લાખ ડોલર આપવાની માંગ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ બાબતે મુંબઈ પોલીસે ( Mumbai Police ) જણાવ્યું હતું કે, “સહાર પોલીસે ઈમેલ આઈડી- quaidacasrol@gmail.com નો ઉપયોગ કરીને ધમકીભર્યો મેલ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ” પોલીસના જણાવ્યા અનુસાર, આ ઈમેલ ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ( MIAL )ના ફીડબેક ઈનબોક્સમાં મોકલવામાં આવ્યો હતો.

48 કલાકની અંદર ટર્મિનલ 2ને ઉડાવી દઈશું….

ધમકીભર્યા ઈમેલમાં લખ્યું હતું, “વિષય – બ્લાસ્ટ. તમારા એરપોર્ટ માટે આ છેલ્લી ચેતવણી છે. જો $1 મિલિયન બિટકોઈન એડ્રેસ પર ટ્રાન્સફર કરવામાં નહીં આવે, તો અમે 48 કલાકની અંદર ટર્મિનલ 2ને ઉડાવી દઈશું. એક બીજી એલર્ટ 24 કલાક પછી આવશે. ” હાલમાં, પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 385 (જબરદસ્તી પૈસા પડવા માટે કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો ડર મૂકવો) અને 505 (1) (બી) (જાહેરમાં ડર પેદા કરવો અથવા જાહેર શાંતિ સામે ચેતવણી આપવી) હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ ઉપરોક્ત કલમમાં આપેલ નિવેદન’ હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચોઃ PM Modi Mathura Visit : શ્રી કૃષ્ણની નગરી મથુરામાં પહોંચ્યા પીએમ મોદી, 20 મિનિટ સુધી કરી પૂજા, પૂજારી પાસેથી લીધો પ્રસાદ.. જુઓ વિડીયો

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે પોલીસે તે આઈપી એડ્રેસ ટ્રેસ કર્યું છે. જ્યાંથી આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. હવે પોલીસ ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિને ઓળખવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મુંબઈ પોલીસને ઘણા ધમકીભર્યા કોલ આવ્યા છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version