ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 15 એપ્રિલ 2021.
ગુરુવાર.
કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકએ મીડિયા દ્વારા એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં નીચે મુજબની માહિતી જાહેર કરવામાં આવી છે.
હાલમાં ચાલી રહેલા આ મહામારીની પરિસ્તિથીમાં ,સીએસએમઆઈએ એ હાલમાં ટર્મિનલ 1 દ્વારા સંચાલિત તમામ સ્થાનિક(Domestic) ફ્લાઈટ્સને ફરીથી એકત્ર કરવાનો નિર્ણય લીધો છે.
21 એપ્રિલ 2021થી સીએસએમઆઈએ તેના આઇકોનિક અદ્યતન ટર્મિનલ 2 દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક ફ્લાઈટસ ઓપરેશન્સ હાથ ધરશે. આ સંદર્ભે ગો એર, સ્ટાર એર, એર એશિયા. ટ્રુજેટ અને ઇન્ડિગો જેવી ડોમેસ્ટિક એરલાઇન્સના પ્રવાસીઓને તેમની સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા માટે વિનંતી કરી છે.
કાંદીવલી ચારકોપ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત થઈ. સ્થાનિક લોકોને રાહત મળશે.
આ પડકારજનક સમયમાં, વાયરસના ફેલાવાને રોકવા માટે સીએસએમઆઇએ તેના હોદ્દેદારો અને સંબંધિત નિયમનકારી અને સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ધારિત તમામ માર્ગદર્શિકાનું આ વિમાનમથક રીતે કડક પાલન કરે છે.