ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
જો કોઈ વ્યક્તિ માં કોરોના ના લક્ષણ નથી દેખાઈ રહ્યા તો એવું નહીં સમજતા કે તે વ્યક્તિને કોરોના નથી. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ શહેરમાં જેટલા દર્દીઓ નોંધાયા છે તેમાંથી 85 ટકા જેટલા દર્દીઓ એવા છે જેમના માં કોરોના ના કોઈ લક્ષણ નથી. બીજી તરફ આ કોરોના ના કેસ માંથી કોઈ ગંભીર રીતે બીમાર જણાયો નથી. મુંબઈ મહાનગરપાલિકાએ પ્રાઇવેટ હોસ્પિટલ ને માહિતી પહોંચાડી છે કે આવા કોઈ પણ પ્રકારના દર્દીને એડમિટ કરતા સમયે મુંબઈ મહાનગર પાલિકાને જણાવવામાં આવે.
એટલે એક વાત સ્પષ્ટ છે કે મુંબઈ શહેરમાં કોરોના છુપા પગે આવી રહ્યો છે.મહાનગરપાલિકાએ એવી માહિતી પણ પૂરી પાડી છે કે ફેબ્રુઆરી મહિનામાં જે લોકો પોઝિટિવ ટેસ્ટ થયા છે તેમાંના ઘણાખરા લોકો યુવાન છે.
આનો અર્થ એ છે કે એક કોરોના સંક્રમિત વ્યક્તિથી બીજા લોકો પણ કોરોના સંક્રમિત થઈ શકે છે.
