મુંબઈ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કરી આ ખાસ અપીલ, આનંદ મહિન્દ્રાએ તરત આપી મદદની ખાતરી, જાણો શું છે સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના રસ્તાઓ પર જગ્યાઓ પર પાર્ક કરાયેલા બેફામ વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવાના માર્ગ તરીકે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ આવા જાેખમી વાહનો પર કાર્યવાહી શરૂ કરી છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ સંજય પાંડેએ ટ્‌વીટ કરીને શહેરમાંથી અત્યાર સુધીમાં ૩૫૮ ખટારા વાહનોને હટાવવાની માહિતી આપી છે. આ ટ્‌વીટમાં તેમણે ટાટા અને મહિન્દ્રા કંપની પાસેથી આ કામ જલ્દી પૂર્ણ કરવા માટે મદદની અપીલ પણ કરી છે. 

 

કમિશનર સંજય પાંડેની આ અપીલના જવાબમાં, આનંદ મહિન્દ્રાએ મદદનો હાથ લંબાવ્યો છે અને મુંબઈ શહેરને સુધારવા માટે એક સારું પગલું ભર્યું છે. મુંબઈ પોલીસ કમિશનરના ટ્‌વીટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ સંદેશ આપ્યો છે કે, ‘અમારી ટ્રક ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.’ આનંદ મહિન્દ્રાએ ટ્‌વીટ કરીને લખ્યું, ‘મુંબઈના પોલીસ કમિશનર બન્યા પછી તમે કોઈ સમય બગાડ્યો નથી. હું તમારી અપીલનો જવાબ આપવામાં પણ સમય બગાડીશ નહીં. અમારી મહિન્દ્રા ટ્રક ટીમ તમારો સંપર્કમાં કરશે.’

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રને આપી મોટી ભેટ, અધધ આટલા કરોડના રોડ પ્રોજેક્ટને આપી મંજૂરી; જાણો વિગતે

પોલીસ કમિશનર સંજય પાંડેએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકાની મદદથી શહેરના ૩૫૮ ખટારા વાહનોને હટાવી લેવામાં આવ્યા છે. આ કામ હજુ ચાલુ છે. આ ખટારા વાહનોને લઈ જવા માટે મોટી લારીઓની જરૂર પડે છે. આ વાત સંજય પાંડેએ પોતાના ટ્‌વીટમાં લખી હતી. તેમણે પોતાની આ ટ્‌વીટ મહિન્દ્રા અને ટાટા કંપનીને ટેગ કરી હતી. આ કામમાં તેમણે આ બંને કંપનીઓને મદદ માટે કહ્યું હતું. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More