શું મુંબઈ બની રહ્યું છે દિલ્હી? શહેરની હવા વર્ષના 365 દિવસમાંથી 280 દિવસ પ્રદૂષિત રહી… આ લોકોએ સાવચેત રહેવાની જરૂર 

by kalpana Verat
Mumbai: Unseasonal rains improve citys air quality to satisfactory levels

News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) ની હવા (Air) ની ગુણવત્તા દિવસેને દિવસે બગડી રહી છે. મુંબઈ માટે હવે એવું લાગી રહ્યું છે કે દિલ્હી દૂર નથી. આ ખુલાસો પર્યાવરણ નિષ્ણાતોએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અવલોકનોના આધારે પોતાના અહેવાલમાં કર્યો છે. વર્ષ 2022માં મુંબઈની હવા 365 દિવસમાંથી 280 દિવસ પ્રદૂષિત હોવાની ચોંકાવનારી માહિતી આ રિપોર્ટમાંથી બહાર આવી છે. તેથી મુંબઈગરાએ સાવચેત રહેવાની જરૂર છે.

મુંબઈ અને તેના ઉપનગરોમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે ઘણા લોકો શ્વાસ સંબંધી બીમારીઓ તેમજ અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, નવી મુંબઈમાં હવા ગુણવત્તા સૂચકાંક છેલ્લા 3-4 દિવસથી 330 થી ઉપર છે. જેના કારણે અનેક લોકો શ્વાસ સંબંધી રોગોથી પીડાઈ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  શિંદે V/S ઠાકરે… ભીમશક્તિ, શિવશક્તિ આવ્યા એકસાથે.. શિંદે જૂથની શિવસેનાએ આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે વર્ષ 2022માં મુંબઈમાં 365માંથી 280 દિવસ પ્રદૂષણ વધારે હતું. 2021ની સરખામણીએ 2022માં મુંબઈના તમામ ભાગોમાં પ્રદૂષણનો ગ્રાફ વધી રહ્યો છે. મુંબઈની સાથે નવી મુંબઈ, કલ્યાણ અને થાણેમાં પણ હવાની ગુણવત્તા બગડી છે. જો ગયા વર્ષ વિશે વાત  કરીએ તો, મુંબઈનો AQI 40 દિવસ માટે 0 થી 50 ની વચ્ચે હતો અને અન્ય દિવસોમાં તે 50 થી ઉપર હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment