News Continuous Bureau | Mumbai
Mumbai ATS Raid: મુંબઈ ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) એ મોટી કાર્યવાહી કરી છે. ATSએ ( Mumbai ) મુંબઈના બોરીવલી ( Borivali ) વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને છ લોકોની ધરપકડ કરી છે. તેમજ ATSએ તેમની પાસેથી ત્રણ બંદૂકો અને 29 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા તમામ લોકો દિલ્હી અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.
અહેવાલ મુજબ, એટીએસની ટીમે બોરીવલી રેલ્વે સ્ટેશન નજીક ઈલોરા ગેસ્ટહાઉસમાં ( Ellora Guest House ) ઓપરેશન હાથ ધર્યું હતું, સવારના દરોડામાં છ આરોપીઓને પકડી પાડ્યા હતા. રિકવર કરાયેલી વસ્તુઓમાં દેશની બનાવટની રિવોલ્વર, બે પિસ્તોલ, ચાર મેગેઝિન, 29 ગોળીઓ, એક છરી, એક કાર અને અન્ય સામગ્રીનો સમાવેશ થયો છે. ધરપકડ કરાયેલ તમામ આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલ તેમજ જેલમાં પણ રહીને આવ્યા હતા.
Maharashtra | Anti-Terrorism Squad (ATS) Mumbai unit raided a guest house in the Borivali area of Mumbai and arrested 6 people and recovered 3 guns and 36 live cartridges from them. All the arrested people are residents of Delhi. Further probe is being done: ATS pic.twitter.com/ccU8laHfOz
— ANI (@ANI) January 7, 2024
ગત 14 વર્ષથી મુંબઈમાં કોઈ એકાઉન્ટર થયું નથી…
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા પુછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં એન્કાઉન્ટર પર પ્રતિબંધ છે, જ્યારે હાલ ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર થઈ રહ્યા છે, તેથી પોતાને એકાઉન્ટથી બચાવવા માટે, તમામ આરોપીએ ગુનાનું સ્થળ બદલી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 14 વર્ષ પહેલા મુંબઈમાં છેલ્લું એન્કાઉન્ટર ચેમ્બુરમાં 1 નવેમ્બર 2010ના રોજ થયું હતું, જ્યારે ડોન અશ્વિન નાઈકના સહયોગી મંગેશ નારકર માર્યો ગયો હતો. તેમ જ સમયે તાજેતરમાં, યુપીમાં અવારનવાર એન્કાઉન્ટરના સમાચાર આવતા રહે છે. રવિવારે ધરપકડ કરાયેલા છ આરોપીઓમાંથી એક આરોપી 16 વર્ષની સજા ભોગવીને પરત ફર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Marriage Loan Interest: શું તમને પણ લગ્નના ખર્ચની ચિંતા સતાવી રહી છે? તો હવે ચિંતા છોડો.. બેંકોએ શરુ કરી લગ્ન માટે પણ લોન…
પ્રાપ્ત માહિતી મુજબ, પકડાયેલ આ આરોપીઓ પર ચેઈન સ્નેચિંગ અને આર્મ્સ એક્ટના પણ ઘણા કેસ નોંધાયેલા છે. આ આરોપીઓએ ઉત્તર ભારતમાં લૂંટના અનેક બનાવોને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, આ આરોપીઓ રેકી કરવા માટે મુંબઈ આવ્યા હતા, એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા છ આરોપીઓમાંથી બે આરોપીઓએ મુંબઈમાં અનેક વખત લૂંટની ઘટનાઓ કરી હતી. તેમજ ગાઝિયાબાદમાંથી આવેલ આરોપીએ ચોરી કરી હતી અને આરોપી ભાગીને મુંબઈ આવ્યો હતો. અહીં પકડાયેલ તમામ આરોપીઓ મુંબઈમાં ચોરીની ઘટના બાદ ભાગી જવાના હતા. મુંબઈ એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે તેઓએ ઘણા વર્ષો પછી કોઈ ગુનેગાર પાસેથી દેશી હથિયારો કબજે કર્યા છે. અમે શોધી રહ્યા છીએ કે આ હથિયારો આરોપીને કોણે આપ્યા હતા.
માહિતી અનુસાર, એટીએસને બોરીવલીના ઈલોરા ગેસ્ટ હાઉસમાં કેટલાક શકમંદોની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી એટીએસ અને મુંબઈ પોલીસે ( Mumbai Police ) બોરીવલીના ઈલોરા ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા અને છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ શકમંદો યુપી અને દિલ્હીના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે એટીએસની ટીમ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.