Site icon

Mumbai : મુંબઈગરાઓ માટે મોટા સમાચાર! ટેક્સી, રિક્ષાની મુસાફરી થશે મોંઘી, સંગઠને કરી ભાવ વધારાની માંગ..

Mumbai : મુંબઈમાં સીએનજીના ભાવમાં વધારા બાદ રિક્ષા એસોસિએશને ભાડા વધારાની માંગ ઉઠાવી છે. રિક્ષાચાલકોએ માગણી કરી છે કે બેઝિક ભાડું રૂ. 23થી વધારીને રૂ. 25 અને રનિંગ ભાડું રૂ. 15.33થી વધારીને રૂ. 16.99 કરવામાં આવે.

Mumbai Auto, Taxi Unions Demand Fare Hike

Mumbai Auto, Taxi Unions Demand Fare Hike

News Continuous Bureau | Mumbai

Mumbai : લોકસભા ચૂંટણીના પરિણામો  ( Loksabha election result ) જાહેર થયા પહેલા વિવિધ વસ્તુઓના દરમાં ઘટાડો થયો હોવાના અહેવાલો આવ્યા હતા અને પરિણામ જાહેર થયા બાદ આ સ્થિતિ બદલાઈ ગઈ હતી. ટૂંકમાં હવે ભાવ વધારાના સમાચારો આવવા લાગ્યા છે. થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે CNGના ભાવમાં પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ સમયે ડોમેસ્ટીક પાઈપલાઈન ગેસના ભાવ વધારાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ હવે મુંબઈ શહેરમાં મુસાફરી મોંઘી થવાના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

Mumbai : રિક્ષા ટેક્સી એસોસિએશને  ભાડા વધારાની માંગ ઉઠાવી

પ્રાપ્ત માહિતી અનુસાર સીએનજીના ભાવમાં વધારા બાદ રિક્ષા એસોસિએશને પણ ભાડા વધારા ( Fare Hike ) ની માંગ ( demand ) ઉઠાવી છે. રિક્ષાચાલકોએ માગણી કરી છે કે બેઝિક ભાડું રૂ. 23થી વધારીને રૂ. 25 અને રનિંગ ભાડું રૂ. 15.33થી વધારીને રૂ. 16.99 કરવામાં આવે.  દરમિયાન ટેક્સી ડ્રાઈવર્સ એસોસિએશને પણ બેઝિક ભાડું 28 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવાની માંગ ઉઠાવી છે. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Coastal Road: કોસ્ટલ રોડનો મહત્વનો તબક્કો આજથી ખુલ્લો, મુંબઈવાસીઓ આ સમય દરમિયાન જ કરી શકશે મુસાફરી..

આ અંગે વિગતવાર ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે. ઓટોરિક્ષા અને ટેક્સી યુનિયન દ્વારા નિર્ણય લીધા બાદ આ નિર્ણય અંગેની દરખાસ્ત પરિવહન વિભાગને મોકલવામાં આવશે.

Mumbai : બે વર્ષ પહેલા કરાયો હતો ભાડામાં વધારો 

MMRTA વતી 2022માં રિક્ષા અને ટેક્સીના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ઑક્ટોબર 2022ના રોજ રિક્ષાનું ભાડું 21 રૂપિયાથી વધારીને 23 રૂપિયા જ્યારે ટેક્સીનું ભાડું 25 રૂપિયાથી વધારીને 28 રૂપિયા કરવામાં આવ્યું હતું.  હવે બે વર્ષ પછી આ વૃદ્ધિમાં કેટલો તફાવત છે તે જોવું અગત્યનું રહેશે

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version