ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
એગ્રીગેટર એપના પ્લેટફોર્મ પરથી મોટા ભાડા મળશે એ આશાએ કાળી પીળી ટેક્સીવાળા અને ઓટો રીક્ષાવાળા સામાન્ય નાગરિકોને તેમના વાહનોમાં બેસાડવાનો ઈનકાર કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. તેમના આવા બહાના સામે ટ્રાફિક પોલીસ પણ કંઈ કરી શકતી નથી. છેવટે તેમાં હેરાન સામાન્ય મુંબઈગરાને થવું પડી રહ્યું છે.
ટેક્સી- રિક્ષાવાળા પેસેન્જરના ભાડાનો ઇનકાર કરી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓ એગ્રીગેટર એપ પર પેસેન્જરો અથવા બુકિંગની રાહ જોઈ રહ્યા હોવાનો જવાબ આપતા હોય છે.
આ વખતે કોરોનાનો પહેલો નિશાનો ડોક્ટરો છે. થાણાની આ હોસ્પીટલ માં 60 ડોક્ટર અને નર્સ પોઝીટીવ
તાજેતરમાં આવી અનેક ફરિયાદો આવી હતી. જેમાં એક હોસ્પિટલની બહાર દર્દી સાથે રાહ જોઈ રહેલા એક મુસાફરે કાળી અને પીળી ટેક્સીવાળાને ભાડું લેવાનું કહ્યું ત્યારે તેણે ઓલા કેબ્સ પર બુકિંગની રાહ જોઈ રહ્યો હોવાનું કારણ આગળ ધર્યું હતું. પરંતુ તેના મોબાઈલ ફોનની સ્ક્રીન પર કંઈ દેખાતું ન હતું. આ મુસાફરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મંત્રી આદિત્ય ઠાકરેને પણ સોશિયલ મીડિયા પર ટેક્સીવાળાઓની દાદાગીરીની ફરિયાદ કરી હતી.
મુંબઈના ટેક્સી યુનિયનો પણ સંમત થયા હતા કે ઓલા, ઉબેર જેવી એપ પર પેસેન્જરનું બુકિંગ હોવાનું કારણ આપીને ડ્રાઈવરો ભાડુ લેવાનો ઇનકાર કરી રહ્યા છે. કાળી અને પીળી ટેક્સીઓ ચલાવતા ડ્રાઇવરો જેઓ ઓલા અને ઉબેરના એગ્રીગેટર પ્લેટફોર્મ પર છે, તેમને ઊંચા ભાડાનું વચન આપવામાં આવ્યું છે. તેથી આ ડ્રાઇવરો એગ્રીગેટર એપ દ્વારા બુકિંગની રાહ જોતા હોય છે. તેથી અનેક વખત ખાલી કેબ હોવા છતાં નિયમિત મુસાફરો લેવાની તેઓ ના પાડી દેતા હોય છે.