News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરના ઈષ્ટદેવ ગણાતા બાબુલનાથ મંદિરના શિવલિંગ માં તિરાડો પડવા લાગી છે. મંદિર ટ્રસ્ટે શિવલિંગને થતા નુકસાનથી બચાવવા માટે મંદિર પ્રશાસને દુગ્ધાભિષેક પર પ્રતિબંધ લાદી દીધો છે અને ભાવિકોને માત્ર જલ અભિષેક કરવાની મંજૂરી આપી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મંદિરના ટ્રસ્ટે શિવલીંગને થતા નુકસાનથી બચાવવા માટે આઈઆઈટી બોમ્બેની મદદ લીધી છે. પ્રારંભિક રિપોર્ટમાં ઉપરોકત ખુલાસો થયો છે .ટ્રસ્ટ પુરા રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટમાં શિવલિંગના સંરક્ષણ અંગે જે પણ સૂચનો આવશે તેની ચર્ચા કરીને ટ્રસ્ટ નિર્ણય લેશે. મંદિર ટ્રસ્ટે તમામ શિવભક્તોને દર્શન માટે આવતા સમયે મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. હાલમાં મંદિરમાં દુગ્ધાભિષેકની પરવાનગી નથી.
IIT B રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે
માર્ચના મધ્ય સુધીમાં રિપોર્ટ આવવાની ધારણા છે. તેમણે કહ્યું કે મુંબઈવાસીઓ બાબુલનાથ મંદિરમાં આસ્થા ધરાવે છે. અમે શિવલિંગને લઈને ખૂબ જ સંવેદનશીલ છીએ અને તેની જાળવણી માટે તમામ શક્ય પગલાં લઈશું.
આ સમાચાર પણ વાંચો : ઉનાળો વહેલો! મધ્ય ફેબ્રુઆરીને બદલે મહિનાના પ્રારંભથી જ પારો ઉંચકાવા લાગ્યો.. મુંબઈમાં આ તારીખે નોંધાયું સૌથી ઉંચુ તાપમાન
નુકસાનનું કારણ શું છે
મંદિર સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ધાર્મિક વિધિઓમાં ભગવાન શિવને દૂધ, પાણી, મધ, અબીલ, ગુલાલ, ચંદન, ભસ્મ, બિલ્વપત્ર, કનેરના ફૂલ, ધતુરા વગેરે ચઢાવવામાં આવે છે. બજારમાં મળતા અબીર, ચંદન, રાખમાં ભેળસેળ અને કેમિકલ હોય છે. દૂધ માં કેલ્શિયમ પણ હોય છે. આ કેમિકલયુક્ત વસ્તુઓના કારણે શિવલિંગને નુકસાન થવાની સંભાવના છે.
350 વર્ષ જૂનું શિવલિંગ
બાબુલનાથ મુંબઈનું સૌથી પ્રખ્યાત ‘શિવાલય’ (શિવ મંદિર) છે. આઈઆઈટી-બોમ્બેના નિષ્ણાતો સદીઓ જૂના શિવલિંગને નુકસાનથી બચાવવા માટે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. 350 વર્ષ જૂના અવશેષોમાં અપક્ષયના લક્ષણ જોવા મળી રહ્યા છે. જેના કારણે મંદિરના અધિકારીઓએ દૂધ, રાખ, ગુલાલ અને વિવિધ પ્રસાદના ‘અભિષેક’ (અર્પણ) પર અંકુશ લગાવ્યો છે. માત્ર જળાભિષેક ની મંજૂરી છે.