Site icon

Mumbai Banganga tank : પ્રાચીન બાણગંગા ના દાદરા ને પહોંચેલું નુકસાન જુઓ. વિડિયો અહીં

Mumbai Banganga tank :બાણગંગા તળાવની સફાઈ અને સુંદરતા અભિયાન દરમિયાન મંગળવારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના પગથિયાં પર બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું. જેના કારણે પથ્થરની બનેલી સીડીઓ તૂટી ગઈ હતી.

Mumbai Banganga tank Centuries-old Banganga Tank gets damaged during desilting works

Mumbai Banganga tank Centuries-old Banganga Tank gets damaged during desilting works

    News Continuous Bureau | Mumbai

Mumbai Banganga tank :આર્થિક રાજધાની મુંબઈમાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા બાણગંગા સરોવર ( Banganga Lake ) ના જીર્ણોદ્ધારની કામગીરી પાલિકા દ્વારા  હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં  16 ઐતિહાસિક દીપસ્તંભોને  રીડેવલપ ની સાથોસાથ તળાવની આસપાસનાં પથ્થરનાં પગથિયાંને ​રિપેર કરવાની, ભક્તિ-પરિક્રમાનો માર્ગ વિકસાવવાની અને પગથિયાં પરના અતિક્રમણને દૂર કરવાની બાબતનો સમાવેશ થાય છે. જોકે આ નવીનીકરણ અને સફાઈ દરમિયાન સીડીઓને ( Steps ) નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Community

Mumbai Banganga tank : પ્રાચીન બાણગંગા ના દાદરા ને નુકસાન 

વાસ્તવમાં  દક્ષિણ મુંબઈમાં રાજભવન નજીક સ્થિત પુરાતત્વીય ( Century old heritage ) મહત્વના બાણગંગા તળાવની સફાઈ અને સુંદરતા અભિયાન દરમિયાન મંગળવારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના પગથિયાં પર બુલડોઝર ઉતારવામાં આવ્યું હતું.  જેના કારણે પથ્થરની બનેલી સીડીઓ તૂટી ગઈ હતી. રિનોવેશનના નામે આ હેરિટેજને થઈ રહેલા નુકસાનને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  

Mumbai Banganga tank : બાણગંગા નું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ 

બાણગંગા સરોવરનો ઉલ્લેખ માત્ર રામાયણ ( Ramayan ) માં જ નથી, તેનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પણ છે. એક જૂની વાર્તા મુજબ સીતાના અપહરણ પછી જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ તેની શોધમાં ભટકતા હતા ત્યારે તેઓ પણ થોડા દિવસો માટે આ વિસ્તારમાં આવ્યા હતા. તે દરમિયાન જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે જમીનમાં તીર માર્યું અને પછી પાતાળ ગંગા પ્રગટ થઈ. એ જ પાતાળ ગંગા આજે બાણગંગા તરીકે ઓળખાય છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાના પૂર્વજોની શાંતિ માટે પિંડદાન કરવા આવે છે. 

આ સમાચાર પણ વાંચો : Banganga Tank: મુંબઈના ઐતિહાસિક તળાવ બાણગંગા ને નુકસાન, પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એક્શનમાં; આપ્યા આ નિર્દેશ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version