Site icon

Shocking News : આઘાતજનક! શું મુંબઈના બારમાં ચિકનને બદલે ‘કબૂતર સ્ટાર્ટર’ પીરસવામાં આવે છે?

એક ચોંકાવનારી બાતમી સામે આવી છે કે મુંબઈમાં કેટલીક રેસ્ટોરાં અને બારમાં ચિકનને બદલે કબૂતર સ્ટાર્ટર પીરસવામાં આવી રહ્યું છે. આ મામલે એક નિવૃત્ત આર્મી ઓફિસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

 News Continuous Bureau | Mumbai

મુંબઈ (Mumbai) ની સાયન પોલીસે એક નિવૃત્ત સૈન્ય અધિકારીની ફરિયાદના આધારે એવી તપાસ શરૂ કરી છે કે શું મુંબઈના રેસ્ટોરન્ટ (restaurant) માં ચિકન (Chicken) ને બદલે કબુતર (pigeon) પીરસવામાં આવે છે કે કેમ. પોલીસ (Police Complaint) એ વાતની તપાસ પણ કરી રહી છે કે નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ કરેલા દાવા સાચા છે કે ખોટા. 

Join Our WhatsApp Community

ફરિયાદી નિવૃત્ત આર્મી ઓફિસર કેપ્ટને એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે  તેઓ જ્યાં રહેતા હતા તે છત પર સતત કબૂતરના ફરવા નો અવાજ આવી રહ્યો હતો.  અગાસી પર તાળું હતું અને જ્યારે આ તાલુકો લાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે જે રીતે મરઘાને પાળવામાં આવે છે તે રીતે કબૂતરને પાળવામાં આવી રહ્યા હતા.  ત્યારબાદ આ આર્મી ઓફિસર ને શંકા ગઈ કે ક્યાંક આ કબૂતર (pigeon)  નો ઉપયોગ રેસ્ટોરન્ટમાં ભોજન તરીકે પીરસવામાં તો નથી થતો ને? 

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કેજરીવાલને પડ્યો ફટકો, AAP ઉમેદવારે કરી BJP ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત

પોલીસે તપાસ શરૂ કરી 

ફરિયાદી (Complaint) એ જણાવ્યું કે તેમને શંકા છે કે આ કબૂતરો નો ખાવા માટે ઉપયોગ થાય છે.  આ સંદર્ભે સૌથી પહેલાં તેમણે  લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આગળ તપાસ ન થવાને કારણે તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ ઓથોરિટી (Maharashtra State Police Complaints Authority) ને ફરિયાદ કરી.  હવે આ મામલે પોલીસે એફઆઈઆર (FIR) દાખલ કરી અને પોલીસ હાલમાં મામલાની તપાસ કરી રહી છે.

Vasudhaiva Kutumbakam Conclave 4.0: વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: 16-22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન
BMC Election 2026: ૧૫ જાન્યુઆરીએ મુંબઈમાં જાહેર રજા; મતદાન માટે રજા નહીં આપનાર સંસ્થાઓ સામે સરકાર લેશે કડક કાયદાકીય પગલાં.
BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Exit mobile version