News Continuous Bureau | Mumbai
મુંબઈ ( Mumbai ) શહેર આઝાદી પછી દેશની આર્થિક રાજધાની તરીકે ઝળકી ઉઠ્યું. આ ટાપુ ફિલ્મ સ્ટારો થી ભરેલો છે અને વિશ્વના સૌથી ધનિક લોકો ( Richest City ) અહીં ઘર ખરીદવા માંગે છે. મિડલ ક્લાસ માટે આ શહેર એક ઓપોચ્યુનિટી છે તો સપના પુરા કરવા માટે આ શહેર ( City ) પ્લેટફોર્મ પૂરું પાડે છે.
જોકે હવે વાત બદલાઈ રહી હોય એવું લાગે છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ અનુસાર, યુક્રેનમાં યુદ્ધ અને સપ્લાય-ચેઇન સ્નાર્લ્સ સહિતના પરિબળોને કારણે વિશ્વના 172 મોટા શહેરોમાં રહેતા ખર્ચમાં છેલ્લા વર્ષમાં સરેરાશ 8.1% નો વધારો થયો છે. અને ભારત દેશમાં તેનું સૌથી વધુ અસર મુંબઈ શહેર પડ્યો છે. વિશ્વના અન્ય દેશો માં રહેલા મોટા શહેરોની સરખામણીએ મુંબઈ શહેર તુલનાત્મક રીતે ઓછું મોંઘું થયું છે પરંતુ ભારત દેશનું સૌથી મોંઘું શહેર સાબિત થયું છે.
આ સમાચાર પણ વાંચો : Shraddha Walkar Murder Case : શ્રદ્ધાના હાડકાં, કપડાં ક્યાં ફેંક્યા? આફતાબે નાર્કો ટેસ્ટમાં આપ્યો જવાબ…
2022 રેન્કિંગ સાથે વિશ્વના ટોચના 10 સૌથી મોંઘા શહેરો
1. સિંગાપોર,
2. ન્યુ યોર્ક, યુએસ,
3. તેલ અવીવ, ઇઝરાયેલ,
4. હોંગકોંગ, ચીન,
5. લોસ એન્જલસ, યુએસ,
6. ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ,
7. જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ,
8. સાન ફ્રાન્સિસ્કો, યુએસ,
9. પેરિસ, ફ્રાન્સ,
10. કોપનહેગન, ડેનમાર્ક અને સિડની, ઓસ્ટ્રેલિયા છે.