News Continuous Bureau | Mumbai
Mumbai BEST: મુંબઈ ( Mumbai ) માં પર્યટકો માટે વધુ એક આકર્ષણ કેન્દ્ર ઊભું થવાનું છે. વર્ષોને વર્ષો સુધી મુંબઈના પ્રવાસીઓને ( tourists ) સેવા આપ્યા બાદ આયુષ્ય પૂરું થવાથી ભંગારમાં જનારી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ ( BEST ) ને હવે ભંગારમાં નહીં કાઢતા. તેનું આધુનિકરણ કરીને તેનો ઉપયોગ ( Restaurant ) રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી ( Art Gallery ) અને લાઈબ્રેરી તરીકે કરવામાં આવવાનો છે.
બેસ્ટ ઉપક્રમના પોતાના કાફલામાં પોતાની માલિકીની ૧,૨૮૪ અને ભાડા પર લીધેલી (લીઝ) રહેલી ૧,૬૯૪ એમ કુલ ૨,૯૭૮ બસ છે. બેસ્ટની પોતાની માલિકીની અનેક બસનું આગામી સમયમાં આયુષ્ય પૂરું થવાનું છે, ત્યારે આ બસોને ભંગારમાં નહીં કાઢતા તેનો ઉપયોગ રૅસ્ટોરન્ટ, આર્ટ ગૅલેરી અને લાઈબ્રેરી માટે કરવાનો વિચાર ચાલી રહ્યો હોવાનું મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ Mahadev Betting App: મહાદેવ બેટિંગ એપ તપાસની ગરમી હવે મુંબઈ સુધી પહોંચી…. હવે આ એજન્સી કરશે તપાસ .. જાણો શું છે આ સમગ્ર મુ્દ્દો..
ડબલડેકર બસનું ( double-decker bus ) આયુષ્ય પૂરું થતા તેને બંધ કરવામાં આવી…
બેસ્ટના કાફલામાં રહેલી ડબલડેકર બસનું આયુષ્ય પૂરું થતા તેને બંધ કરવામાં આવી છે અને હવે તેના બદલે નવી ડબલડેકર ઈલેક્ટ્રિક બસ ચાલુ કરવામાં આવી છે. જૂની એક ડબલડેકર બસને સાચવી રાખવાનો નિર્ણય બેસ્ટ ઉપક્રમે કર્યો છે. ત્યારે બેસ્ટની જૂની બસ ભંગારમાં નહીં કાઢતા તેનો ઉપયોગ મુંબઈગરાને સુવિધા ઉપલબ્ધ કરાવવાનો વિચાર સરકાર કરી રહી છે.