News Continuous Bureau | Mumbai
Mumbai BEST Bus: તાજેતરમાં કુર્લામાં બેસ્ટની બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. ત્યારે કોન્ટ્રાક્ટ બસના ચાલકો સામે સવાલો ઉઠ્યા છે, દરમિયાન આ અકસ્માત બાદ કેટલાક કોન્ટ્રાક્ટ બસ ચાલકો ફરજ પરના સમયે દારૂ ખરીદતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલામાં મુલુંડ બસ ડેપોના ડ્રાઇવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
Mumbai BEST Bus: જુઓ વિડીયો
Recently Mumbai has seen a horrific bus accident in Kurla with 6 dead, 43 hurt.
Meanwhile BEST/MSRTC bus driver on duty with alcohol 🥺#Mumbai @myBESTBus @msrtcofficial pic.twitter.com/gkjmF7efQ3
— Vije (@vijeshetty) December 12, 2024
Mumbai BEST Bus: બસ ડ્રાઈવરે દારૂ પીધો હોવાનું કબૂલ્યું
મીડિયા રિપોર્ટ મુજબ મુલુંડ બસ ડેપોનો બેસ્ટ બસ ડ્રાઈવર દારૂની બોટલ સાથે મુસાફરી કરતો વીડિયો
સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ડેપોના સિક્યુરિટી ગાર્ડે બસ ડેપો પર પહોંચ્યા બાદ તેનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બસ ડ્રાઈવરે દારૂ પીધો હોવાનું કબૂલ્યું હતું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂની બોટલ તેની નથી. બેસ્ટ પ્રશાસનનું કહેવું છે કે આ ઘટના 20મી નવેમ્બરે બની હતી. આ કેસમાં ડ્રાઈવર બારસ્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
this video of bus driver is viral on social media…driver is totally drunked…#KurlaBusAccident pic.twitter.com/QWEtyFOsQx
— Sonu Kanojia (@NNsonukanojia) December 12, 2024
Mumbai BEST Bus: સામાજિક કાર્યકરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો
આ સિવાય અન્ય એક વાયરલ વીડિયોમાં બસ ડ્રાઈવર 11 ડિસેમ્બરે રાત્રે 10.30 વાગ્યે બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં બસને રોકે છે. ત્યારબાદ ડ્રાઈવર દારૂની દુકાનમાં ગયો અને દારૂની બોટલ ખરીદી. બસ ચાલક જવાનો હતો ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બેસ્ટ પ્રશાસને તપાસ શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Coastal Road : મરીન ડ્રાઇવથી બાંદ્રા પહોંચવામાં લાગશે માત્ર 12 મિનિટ; કોસ્ટલ રોડ-બાંદ્રા સી-લિંક રૂટનું આજે ઉદ્ઘાટન; આ તારીખથી ખુલ્લો મુકાશે..
Mumbai BEST Bus: સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો
દારૂ ખરીદતા અને પીતા ડ્રાઈવરોનો વીડિયો એક સોશિયલ મીડિયા યુઝરે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘તાજેતરમાં મુંબઈના કુર્લામાં એક ભયાનક બસ અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના મોત થયા હતા અને 43 લોકો ઘાયલ થયા હતા. દરમિયાન બીઇએસ બસના ડ્રાઇવરો દારૂના નશામાં ફરજ પર છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)