Mumbai: મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો..

Mumbai: આજે સવારે મુંબઈની જેજે હોસ્પિટલ નજીક બેસ્ટની બસમાં આગ લાગી હતી. રસ્તા વચ્ચે બસ સળગતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.

by Hiral Meria
Mumbai BEST bus catches fire near Nagpada signal

News Continuous Bureau | Mumbai

Mumbai: આજે સવારે મુંબઈમાં બેસ્ટની બસમાં ( BEST bus ) આગ લાગી ( Fire Break Out ) હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી.

જુઓ વિડીયો

 

નાગપાડા સિગ્નલ પાસે બસમાં આગ લાગી

મીડિયા રિપોર્ટ મુજબ આરટી સાંતાક્રુઝ ડેપોની ( Rt Santa Cruz Depot ) બસ નં. સી-1, બસ નં. 7891 સાંતાક્રુઝ ડેપોથી ઇલેક્ટ્રિક હાઉસ બસ ( Electric House Bus ) ભાયખલા સ્ટેશનથી જે.જે. હોસ્પિટલ ( J.J. Hospital ) સામે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ નાગપાડા સિગ્નલ પાસે બસમાં આગ લાગી હતી.

આ સમાચાર પણ વાંચો :  Viksit Bharat Sankalp Yatra: વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ 1 કરોડ સહભાગીઓની સંખ્યા પાર કરી

આગ બસના ટાયરની જમણી બાજુએ લાગી હતી. કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબુમાં લીધી હતી. આગ લાગે તે પહેલા બસને ખાલી કરી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Join Our WhatsApp Community

You may also like