Site icon

BEST મુસાફરો માટે મોટા સમાચાર, થોડા દિવસ અગાઉ બંધ કરાયેલી આ બસો ફરીથી મુંબઈના રસ્તાઓ પર દોડવા માટે તૈયાર, લોકોને મળશે રાહત..

best will get more 60 ac bus mumbai

'બેસ્ટ'ના કાફલામાં 60 વધુ એસી પ્રીમિયમ બસો, આ બે વધારાના રૂટ પર સેવા

News Continuous Bureau | Mumbai

બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ થોડા દિવસો પહેલા કેટલીક બસોમાં આગ લાગવાની ઘટનાઓને પગલે ઘણી બસોને હટાવી લીધી હતી. જેના કારણે અનેક રૂટ પર બેસ્ટની બસમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના મહત્વના ભાગોને જોડતા અનેક રૂટ પર બસોની અછતની અસર અન્ય વાહન વ્યવહાર પર સ્પષ્ટપણે જોવા મળી હતી. જો કે ગયા અઠવાડિયે તમામ બસો નિયમિત કરી દેવામાં આવી છે આથી પરેશાનીનો અંત આવવાની ધારણા છે. ભારત સ્ટેજ-6 (BS6) ધોરણની 400 બસો લીઝ કોન્ટ્રાક્ટરો દ્વારા ખરીદવામાં આવી હતી. મેન્યુફેક્ચરિંગ ખામીને કારણે આ બસોમાં આગ લાગવાની ઘટનાઓ બની રહી હતી.

ત્રણ બસમાં મુસાફરી દરમિયાન આ અકસ્માતો થયા બાદ પ્રશાસને તમામ 400 બસોને સેવામાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. આ તમામ નોન એસી સીએનજી બસો હતી. જો કે, આ બસોની મેન્યુફેક્ચરિંગ ખામીઓ દૂર કરવામાં આવી છે અને તમામ બસોને ફરીથી નિયમિત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

20 દિવસ અસર

બેસ્ટની સેવામાંથી તમામ 400 બસો પાછી ખેંચી લેવાને કારણે મુંબઈમાં ઘણા રૂટ પર બસોની અછત જોવા મળી હતી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કંપનીએ 20 દિવસ સુધી તમામ 400 બસોનું સંપૂર્ણ પરીક્ષણ કર્યું અને મેન્યુફેક્ચરિંગ ખામીઓને સુધાર્યા પછી, બેસ્ટ ફરી સેવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્જિનમાં કેટલાક પાર્ટ્સ બદલવામાં આવ્યા છે.

ખાસ બસોની કાળજી લેવી પડશે

એક અધિકારીએ જણાવ્યું કે આગની તમામ ઘટનાઓ BS-6 બસોમાં બની હતી. એકથી દોઢ વર્ષ જૂની બસોમાં એન્જિન બદલવા પડ્યા છે. આ બસોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ટેકનિકલ ખામીની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. બેસ્ટના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, દરરોજ 10-15 બસોમાં ખામી જણાતા તેને દૂર કરવી પડે છે. અત્યાર સુધીમાં જે 400 બસોની તપાસ કરવામાં આવી છે તે માટે કંપનીના એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા હતા. તેમની દેખરેખ હેઠળ એન્જિન બદલવામાં આવ્યું હતું. ઘણા ભાગો હવાઈ માર્ગે મંગાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના માગાઠાણેમાં એકનાથ શિંદેના શિવસૈનિકોએ ભાજપના કાર્યકર્તાને ધોઈ નાખ્યો. વિડીયો વાયરલ.

ગેસ લીકની ફરિયાદ

તપાસ કરતાં જાણવા મળ્યું કે ગેસ લીક ​​થઈ રહ્યો હતો અને એન્જિન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ રહ્યું હતું. તપાસ બાદ સીએનજી ટ્યુબ પણ બદલવામાં આવી છે. આ તમામ બસો વોરંટી સમયગાળામાં છે. એન્જીન અને બાજુમાં આવેલ ગેસ સપ્લાય પાઈપ ગરમ થવાના કારણે આગની ઘટનાઓ બની હોવાની આશંકા છે. ભારત સરકારે એપ્રિલ 2020 થી BS-6 ધોરણો પર આધારિત વાહનો ચલાવવાનો નિયમ લાગુ કર્યો છે.

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version