ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને માંડ ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપના એક નગરસેવકનું પદ રદ થવાની શક્યતા નિર્માણ થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની 2017ની ચૂંટણીમાં તત્કાલીન ચૂંટણી અધિકારીએ મુલુંડના વૉર્ડ નંબર 106ના ભાજપના પ્રભાકર શિંદેની ઉમેદવારીની અરજી પર હસ્તાક્ષર કર્યા નહોતા. એના લગભગ સાડાચાર વર્ષ બાદ ટેક્નિકલ અડચણને કારણે તેમનું પદ જોખમમાં આવ્યું છે. આ નિર્ણયના વિરોધમાં પ્રભાકર શિંદે કોર્ટમાં જવાના છે.
કોરોના મહામારીમાં મુંબઈ મનપાના આટલા કર્મચારીઓનાં થયાં મોત; જાણો વિગત
આ બાબતે દાખલ કરવામાં આવેલી અરજી પર ગુરુવારે સ્મૉલકોઝ વૉર્ડ નંબર 106ની ચૂંટણીપ્રક્રિયાને રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ એના અનુસંધાનમાં પ્રભાકર શિંદેનું નગરસેવકપદ રદ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે આ નિર્ણયના અમલ પર કોઝ કોર્ટે ચાર અઠવાડિયાંનો સ્ટે મૂક્યો છે.