News Continuous Bureau | Mumbai
મુંબઈગરાઓને રોજિંદા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે, 30 જાન્યુઆરી, 2023 ના રોજ સવારથી ભાંડુપ કોમ્પ્લેક્સના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે વધારાની 4,000 મીમી વ્યાસની પાણીના પાઈપને જોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ભાંડુપ સંકુલને લગતા પાણીના પાઈપ પર 2 જગ્યાએ વાલ્વ લગાવવા, 2 જગ્યાએ લીકેજનું સમારકામ અને નવા પાણીના પાઈપના જોડાણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ તમામ કામો હવે પૂર્ણ થઈ ગયા છે અને જ્યાં પાણી પુરવઠાને અસર થઈ હતી તેવા 12 વિભાગો સહિત ‘જી નોર્થ’ અને ‘જી સાઉથ’ના કેટલાક વિસ્તારોમાંનો પાણી પુરવઠો હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે.
પાણીને ગાળી અને ઉકાળી ઉપયોગ કરવા પાલિકાની અપીલ
જો કે, પાણીની નવી લાઇન કનેક્શન, વાલ્વ લગાવવા અને લિકેજનું સમારકામ અને અન્ય કેટલાક ટેકનિકલ કામો તાજેતરમાં કરવામાં આવ્યા હોવાથી પાણી ડહોળુ આવશે. આથી મુંબઈગરાને પાણી ઉકાળી પીવાની પણ અપીલ પાલિકાએ કરી છે.
આ તારીખ સુધી પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે.
મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠો વધુ સરળતાથી અને વધુ સારી રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે આ કામો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે ઉપરોક્ત ટેકનિકલ અને સંરક્ષણ કાર્યો યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે, તેમ છતાં વોટર એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી 4 ફેબ્રુઆરી, 2023 સુધી ઉપરોક્ત 12 વિભાગોમાં પાણી પુરવઠો ઓછા દબાણે રહેશે. એટલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રે નાગરિકોને પાણીનો સંયમપૂર્વક અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અને પાણી પુરવઠાના ઓછા દબાણના સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરી છે.
આ સમાચાર પણ વાંચો : ઝારખંડના ધનબાદમાં એપોર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, ત્રણ બાળકો સહિત 14 લોકોના નિપજ્યા મોત
મહત્વનું છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ડૉ. ઇકબાલ સિંહ ચહલ અને વધારાના મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) શ્રી. પી. વેલરાસુના માર્ગદર્શન મુજબ સમયાંતરે પાણીના પાઇપ લાઇનની સમારકામ કામગીરી હાથ ધરવામાં આવે છે. મુંબઈગરાએ આ બે દિવસ દરમિયાન આપેલા સાથ-સહકાર બદલ બીએમસીએ લોકોનો આભાર માન્યો હતો.
 
			         
			         
                                                        