Mumbai: બીએમસીએ મલાડ ઈસ્ટ રસ્તાને પહોળા કરવાના પ્રોજેક્ટમાં વચ્ચેમાં આવતા 168 બાંધકામો તોડી પાડ્યાં..

Mumbai: આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં BMC દ્વારા મલાડ પૂર્વમાં GMLR જંકશન રત્નાગીરી હોટેલથી મલાડ જળાશય રોડ સુધીના જળાશય રોડ તરીકે ઓળખાતા આ રોડના 500 મીટરને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Mumbai BMC demolished 168 structures in the middle of the Malad East road widening project.

Mumbai BMC demolished 168 structures in the middle of the Malad East road widening project.

News Continuous Bureau | Mumbai 

Mumbai: BMCએ મલાડ પૂર્વમાં રસ્તાને પહોળો કરવા માટે 168 બાંધકામો ( constructions ) અને વ્યાપારી સંસ્થાઓની ઓફિસોને તોડી પાડ્યા હતા. 2.1 કિમી લાંબો આ માર્ગ કાંદિવલી પૂર્વને ગોરેગાંવ પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી માટે ગોરેગાંવ મુલુંડ લિંક રોડ ( GMLR ) પ્રોજેકટ શરુ થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ટ્રાફિકને સરળ બનાવવાનો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, ગોરેગાંવ પૂર્વથી લોખંડવાલા, કાંદિવલી પૂર્વ સુધીના 36-મીટર પહોળા અને 2.1 કિલો મીટર લંબાઈના રસ્તાને પાલિકા ( BMC )  સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તદનુસાર, આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં, BMCએ મલાડ પૂર્વમાં GMLR જંકશન રત્નાગીરી હોટેલથી મલાડ ( Malad ) જળાશય રોડ, મલાડ પૂર્વ સુધીના જળાશય રોડ તરીકે ઓળખાતા, આ રોડના 500 મીટરને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

  બીએમસી 9 મીટર પહોળા રસ્તાને હજી વધુ 36 મીટર સુધી પહોળો કરવાનું કામ કરશે

તો બીએમસીએ આ ગોરેગાવ ( Goregaon ) પૂર્વ અને કાંદિવલી ( Kandivali ) પૂર્વ વચ્ચેના 9 મીટર પહોળા રસ્તાને હજી વધુ 36 મીટર સુધી પહોળો કરવાનું કામ કરશે. જેમાં હવે માર્ગની બંને બાજુ સ્થિત બાંધકામોનું તોડકામ થતાં હવે અડચણ દૂર થતાં કાંદિવલી GMLR અને મુલુંડ તરફ અથવા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ( Western Express Highway ) તરફના પ્રવાસીઓ માટે નવી કનેક્ટિવિટીનો માર્ગ ખુલશે અને ટ્રાફિક સરળ બનશે.

આ સમાચાર પણ વાંચો :  India Weather: દેશભરમાં આવશે હવામાનમાં પલટો.. દિલ્હીથી પંજાબ અને યુપીમાં વીજળી સાથે ભારે વરસાદ રહેશે, કેરળમાં ગરમીનો પારો વધુ વધશે.. જાણો સંપુર્ણ IMD અપડેટ..

BMC આ તોડકામમાં આવેલા બાંધકામોમાંથી પાત્ર બાંધકામ ધારકોને મલાડ પૂર્વમાં પાત્ર 107 યોગ્ય કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બાંધકામ માટે વૈકલ્પિક આવાસ પણ પ્રદાન કરશે.

નોંધનીય છે કે, પી નોર્થ વોર્ડની ટીમ દ્વારા આ બાંધકામોને તોડકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમાં 168 માંથી પાત્ર 107 બાંધકામમાં 85 રહેણાંક અને 22 કોમર્શિયલ બાંધકામો હતાં. જેના મલાડ ઈસ્ટ અને ગોરેગાંવ ઈસ્ટમાં આ બંને સ્થળોએ પુનર્વસન કરવામાં આવશે. પી નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ ડિમોલિશન માટે બે પોકલેન મશીન, બે જેસીબી અને ચાર ડમ્પર સાથે લગભગ 50 પાલિકા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version