ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
મુંબઈના અંધેરી વિસ્તારમાં એક સુપ્રસિદ્ધ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટ માં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તપાસણી કરવામાં આવી હતી. ચોંકાવનારી વિગત એવી આવી કે રેસ્ટોરન્ટમાં કામ કરી રહેલા ૧૦ વેઇટર અને કર્મચારીઓને કોરોના હતો. આ 10માંથી બે જણને મહાનગરપાલિકાના સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. બાકી તમામ લોકો ને ફરજિયાત પણે અલગ અલગ જગ્યાએ રખાયા.
મહાનગરપાલિકાએ રેસ્ટોરેન્ટની સીલ કરી નાખી. હવે ચોંકાવનારી વિગત એવી બહાર આવી છે કે હોટલ સીલ થયા ના ૨૪ કલાકમાં પાછી ખૂલી ગઈ.
મહાનગરપાલિકાએ એવી કઈ કાર્યવાહી કરી તે સંદર્ભે હવે પ્રશ્નો પૂછી રહ્યા છે
