Site icon

ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું ‘બિપરજોય’, મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટી પર ચક્રવાતનો ઘુઘવાટ, પાલિકાની યંત્રણાઓ સજ્જ

અરબી સમુદ્રમાં ઘુઘવતા ચક્રવાતની ઝડપ અત્યારે કલાકના 11 કિલોમીટર છે. જેમ જેમ આગળ વધશે એમ ઝડપ વધશે. સમુદ્રમાં ઉંચી લહેરો ઉછળવાની હોવાથી માછીમારોને સમુદ્રમાં ઊંડે ન જવા માટે સલાહ આપવામાં આવી છે

Mumbai : BMC is ready if cyclone Biporjoy hits Arabian Sea

ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું ‘બિપરજોય’, મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટી પર ચક્રવાતનો ઘુઘવાટ, પાલિકાની યંત્રણાઓ સજ્જ

News Continuous Bureau | Mumbai

મોકા બાદ હવે વધુ એક ચક્રવાત ‘બિપરજોય‘ દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો ઉભો કરી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતી તોફાન બિપરજોય ગુરુવારે (8 જૂન) તેનું ગંભીર સ્વરૂપ બતાવી શકે છે. એટલું જ નહીં 9મી જૂને પણ ભારે સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. તેની સીધી અસર કેરળ-કર્ણાટક અને લક્ષદ્વીપ-માલદીવના દરિયાકાંઠે જોવા મળશે. આ સાથે કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે 8 થી 10 જૂન સુધી દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. આ પાર્શ્વભૂમિ પર હવામાન વિભાગ તરફથી મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટીને જોખમનો ઈશારો આપવામાં આવ્યો છે. આ ચક્રવાતની ઝડપ કલાકના 40 થી 50 કિલોમીટર રહેશે. તેથી કિનારા ભાગના નાગરિકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

મુંબઈ પાલિકાએ આ તૈયારી કરી..

ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં બિપરજોયને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાતી તોફાન ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 1,060 કિમી દૂર છે. બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે તે કોઈપણ કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તો બીજી તરફ હવામાન ખાતા તરફથી મળેલા એલર્ટ બાદ મુંબઈ મહાપાલિકાએ પોતાની તમામ આપત્કાલીન યંત્રણા સજ્જ રાખી છે. એમાં તમામ ચોપાટીઓ પર પુર બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ મોબાઈલ વેન પણ સજ્જ રાખવામાં આવશે. આ સમયગાળામાં પર્યટકો અને નાગરિકોને સમુદ્રમાં જવાથી રોકવામાં આવશે, એવી માહિતી મહાપાલિકાના આપત્કાલીન વિભાગ તરફથી આપવામાં આવી છે. ચક્રવાતની તીવ્રતા વધી રહી હોવાથી પવન મુંબઈ-કોકણની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: આજે તારીખ ૦૮ :૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

કેરળમાં ચોમાસુ ક્યારે દસ્તક આપશે?

IMD અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા વિસ્તારની રચના અને તીવ્રતાને કારણે, ચક્રવાતી પરિભ્રમણ કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે, કેરળમાં 8 કે 9 તારીખે ચોમાસું દસ્તક આપી શકે છે, પરંતુ માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ગંભીર ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બને તેવી શક્યતા છે અને બિપરજોય તોફાન આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version