શું મુંબઈમાં સ્કુલ અને કોલેજો શરૂ થશે? મહાનગરપાલિકાના આયુક્ત એ આપ્યો આ જવાબ.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

20 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં સ્કૂલ તેમજ કોલેજો ખૂલી ગઈ છે.હવે મુંબઈ શહેરમાં શાળા અને કોલેજ ખોલવામાં આવે છે કે કેમ તેના પર સહુની નજર ટકેલી છે. આ પરિસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 22મી  ફેબ્રુઆરી પછી મુંબઈ શહેરમાં શાળા અને કોલેજોને ખોલવાની પરવાનગી મળશે.

જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાના આયુક્ત ઈકબાલ સિંહ ચહલે આ મામલે ફેરવી તોળ્યું છે. મુંબઈ શહેરમાં કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ આ સંદર્ભે નિર્ણયને પાછો ઠેલ્યો છે.

એટલે કે મુંબઈ શહેરમાં સ્કુલ અને કોલેજો ક્યારે શરૂ થશે તે સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી તરફ માર્ચ મહિનામાં શાળા શરૂ નહીં થતાં શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવી પડશે. આ માટે મહાનગરપાલિકા ની શાળાઓ તૈયારી શરૂ કરી દીધી છે.

આમ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણ્યા અને હવે ઓનલાઇન પરીક્ષા આપશે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment