ભાજપના નેતા કિરીટ સોમૈયાની ફરિયાદ પર BMC એક્શનમાં, મુંબઈના આ વિસ્તારમાં 1 હજાર કરોડના ગેરકાયદે સ્ટુડિયો પર ચાલ્યું પાલિકાનું બુલડોઝર.. જુઓ વિડીયો..

by Dr. Mayur Parikh
bmc razes the illegally built studios at madh area of malwani

News Continuous Bureau | Mumbai

મુંબઈના મલાડના મઢ પરિસરમાં દરિયા કિનારે બનેલા ગેરકાયદે સ્ટુડિયો પર BMC એ આજે બુલડોઝર ચલાવ્યું છે. આ મામલે ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ ફરિયાદ કરી હતી. બીજેપી નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ દ્વારા કહ્યું છે કે શુક્રવારે કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં તેઓ પણ સ્થળ પર હાજર રહેશે.

 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કૉન્ગ્રેસના મલાડ (પશ્ચિમ) વિસ્તારના વિધાનસભ્ય અને મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન અસલમ શેખ અને તેમના સહયોગીઓએ શૂટિંગ માટે મઢમાં મર્યાદિત સમય માટે સ્ટુડિયો ઊભો કરવાની પરવાનગી લીધી હતી અને બાદમાં અહીં ગેરકાયદે બાંધકામ કરીને 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ બીજેપીના નેતા કિરીટ સોમૈયા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ સ્ટુડિયોમાં રામસેતુ, આદિપુરુષ જેવી ઘણી મોટી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

આ સમાચાર પણ વાંચો: વાઘે કર્યું દીપડાનું મારણ, જુઓ વિડીયો…

Join Our WhatsApp Community

You may also like