ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૭ એપ્રિલ 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની ૧૨ શાળાઓમાં સીબીએસસી તેમજ એક શાળામાં ICSE અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે મુંબઈ મહાનગરપાલિકાએ પૂરેપૂરી તૈયારી કરી લીધી છે પરંતુ અત્યારે કોરોના નો સમયગાળો હોવાને કારણે શાળાઓ પહેલાની જેમ શરૂ થઇ શકી નથી.
જોકે અનેક વાલીઓ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે આ અભ્યાસક્રમ પહેલા ધોરણ ના સ્થાને નર્સરી થી શરૂ કરવામાં આવે.
મુંબઈ મહાનગરપાલિકાએ અભ્યાસક્રમ શરૂ કર્યો ત્યારબાદ તમામ વર્ગ માં એડમિશન મળી ચૂક્યા છે. આથી લોકોની માંગણીને માન આપતા મહાનગર પાલિકાએ તમામ શાળાઓમાં નર્સરીથી સીબીએસસી અને આઇસીએસઈ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાના આ નિર્ણયને કારણે અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે.
આખરે સાધુઓએ વડાપ્રધાનનું કહ્યું માન્યું, આખરી શાહી સ્નાનમાં માત્ર પ્રતીકાત્મક રીતે સાધુ હાજર રહ્યા…