News Continuous Bureau | Mumbai
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (MCRP) માટે અંડરગ્રાઉન્ડ ટનલના ચાલુ બાંધકામને પગલે BMCએ ગિરગાંવ ચોપાટી ખાતે આશરે 200 ચોરસ-મીટરના ભાગને બંધ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભાગ આગામી સાત મહિના માટે બંધ રહેશે અને કોઈ વધારાનું બાંધકામ હાથ ધરવામાં આવશે નહીં.
BMC 10.58-km-લાંબા MCRPનું નિર્માણ કરી રહી છે, જેનો ઉદ્દેશ નરીમાન પોઈન્ટને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડવાનો છે. BMCના ડેટા અનુસાર, હાલમાં 65% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટના ભાગરૂપે, ટ્વીન અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવી રહી છે, જે 2.07-કિમી લાંબી હશે અને ગિરગાંવ ચોપાટીને મલબાર હિલ નજીક પ્રિયદર્શિની પાર્ક સાથે જોડશે. આ ટનલ ચોપાટી, કિલાચંદ ગાર્ડન, હેંગિંગ ગાર્ડન અને નેપિયન સી રોડ નીચેથી પસાર થશે. બીએમસીએ માર્ચની શરૂઆતમાં ઉત્તર તરફની ટનલનું બોરિંગ પૂર્ણ કર્યું હતું અને દક્ષિણ તરફની ટનલ માટે બોરિંગ કામ આવતા વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની ધારણા છે.
આ સમાચાર પણ વાંચો: હેર કેર ટિપ્સ: વાળ ન વધતા હોય તો આજે આ શાકભાજીને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશે હેર ગ્રોથ
લોકોને આ સ્થળની મુલાકાત ન લે તે માટે અધિકારીઓએ પહેલાથી જ બેરિકેડ લગાવી દીધા છે. 7 નવેમ્બરથી વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન સ્થાનિક રહીશો અને કાર્યકરો આ પગલાથી નારાજ છે.
Join Our WhatsApp Community