ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં પ્રત્યેક વર્ષે ફાયર બ્રિગેડને અલગ-અલગ હાઉસિંગ સોસાયટીઓ માંથી પાંચ હજાર જેટલા કોલ આવે છે. આમાંના ઘણાખરા કોલ આગ સંદર્ભેના હોય છે. આ કારણથી મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે પ્રત્યેક છ મહિના પછી દરેક હાઉસિંગ સોસાયટી એ ફાયર ઓડિટ કરાવવું પડશે. જોકે ફાયર ઓડિટ ઘણો ખર્ચાળ કામ તેમ જ સમય માંગી લેતો વિષય છે. હવે આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ નવું પગલું ભર્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકાએ એવી એપ્લિકેશન બનાવી છે જે એપ્લિકેશનને દરેક સોસાયટી એ છ મહિને અપડેટ કરવી પડશે એટલે કે એપ્લિકેશનમાં માહિતી પૂરી પાડવી પડશે. મહાનગર પાલિકાનું માનવું છે કે આ પ્રકારની સિસ્ટમને કારણે દરેક સોસાયટી આગ મુક્ત રહે. એપ્લિકેશન ને કારણે સોસાયટીઓના પદાધિકારીઓને મુંબઇ મહાનગરપાલિકાના ધક્કા નહીં ખાવા પડે.
મુંબઈ શહેરમાં ફરી એક વખત ધમકીભર્યા ફોનનો સિલસિલો ચાલુ થયો. આ જગ્યાઓ પર સુરક્ષા વધારવામાં આવી.