News Continuous Bureau | Mumbai
Mumbai Boat Capsized : મુંબઈમાં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસે આ ઘટનાની માહિતી શેર કરી છે. પોલીસે કહ્યું છે કે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. જોકે આ બોટમાં કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
Mumbai Boat Capsized : જુઓ વિડીયો
The boat traveling from Mumbai’s Gateway of India to Elephanta Caves is sinking in the water. Many passengers are on board, and people in nearby boats are attempting to rescue them. The cause of the accident is yet to be determined. pic.twitter.com/6zyQzYEij9
— Siddhant Anand (@JournoSiddhant) December 18, 2024
Mumbai Boat Capsized : કેવી રીતે થયો અકસ્માત?
પ્રાથમિક માહિતી મુજબ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જઈ રહેલી બોટ અચાનક પાણીમાં પલટી ગઈ હતી. આ પછી નજીકની બોટ દ્વારા બોટમાં સવાર મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ સમાચાર પણ વાંચો : Bull Attack Video : આને કહેવાય આ બેલ મુજે માર.. આખલા સામે મસ્તમાં નાચી રહ્યો હતો યુવક; અચાનક થયું એવું કે.. લોકો રહી ગયા દંગ; જુઓ વિડિયો..
Mumbai Boat Capsized : બચાવ કામગીરી ચાલુ
મળતી માહિતી મુજબ એલિફન્ટા જઈ રહેલી બોટનું નામ નીલકમલ હતું. આ બોટમાં 30 થી 35 મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)