Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Boat Capsized : મોટી દુર્ઘટના… મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટ પલટી, અનેક મુસાફરો હતા સવાર; જુઓ વિડિયો..

Mumbai Boat Capsized : મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો છે. જેમાં ઘણા મુસાફરો સવાર હતા તે બોટ પાણીમાં ડૂબી ગઈ હોવાના અહેવાલ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Mumbai Boat Capsized Boat carrying passengers capsizes near Mumbai's Gateway of India

Mumbai Boat Capsized Boat carrying passengers capsizes near Mumbai's Gateway of India

 News Continuous Bureau | Mumbai

Mumbai Boat Capsized : મુંબઈમાં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસે આ ઘટનાની માહિતી શેર કરી છે. પોલીસે કહ્યું છે કે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. જોકે  આ બોટમાં કેટલા મુસાફરો હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

Join Our WhatsApp Channel

Mumbai Boat Capsized : જુઓ વિડીયો 

Mumbai Boat Capsized : કેવી રીતે થયો અકસ્માત?

પ્રાથમિક માહિતી મુજબ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા આઈલેન્ડ જઈ રહેલી બોટ અચાનક પાણીમાં પલટી ગઈ હતી. આ પછી નજીકની બોટ દ્વારા બોટમાં સવાર મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. આ ઘટના સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ સમાચાર પણ વાંચો : Bull Attack Video : આને કહેવાય આ બેલ મુજે માર.. આખલા સામે મસ્તમાં નાચી રહ્યો હતો યુવક; અચાનક થયું એવું કે.. લોકો રહી ગયા દંગ; જુઓ વિડિયો..

Mumbai Boat Capsized : બચાવ કામગીરી ચાલુ

મળતી માહિતી મુજબ એલિફન્ટા જઈ રહેલી બોટનું નામ નીલકમલ હતું. આ બોટમાં 30 થી 35 મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version