Site icon

Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.

મુંબઈ: મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં 52 વર્ષીય એક ફાર્મસી ઉદ્યોગપતિ સાથે લૂંટની ઘટના બની છે. એક અજાણી યુવતીએ કારમાં લિફ્ટ લેવાના બહાને તેમની આશરે ₹75,000ની કિંમતની 15 ગ્રામ સોનાની ચેઈન ચોરી લીધી હોવાની ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Mumbai honey trap case મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી

Mumbai honey trap case મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી

News Continuous Bureau | Mumbai

Mumbai honey trap case મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં 52 વર્ષીય એક ફાર્મસી ઉદ્યોગપતિ સાથે લૂંટની ઘટના બની છે. એક અજાણી યુવતીએ કારમાં લિફ્ટ લેવાના બહાને તેમની આશરે ₹75,000ની કિંમતની 15 ગ્રામ સોનાની ચેઈન ચોરી લીધી હોવાની ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ ઘટના પાછળ ‘હની-ટ્રેપ’ મોડસ ઓપરેન્ડી હોવાની શંકા વ્યક્ત કરી છે અને તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી ઉદ્યોગપતિ તેમના એક મિત્ર સાથે મલાડ (વેસ્ટ) સ્થિત એક ડિસ્કો ક્લબની મુલાકાતે ગયા હતા. ક્લબમાંથી બહાર નીકળતી વખતે લિફ્ટમાં તેમની મુલાકાત એક અજાણી યુવતી સાથે થઈ. પાર્કિંગ વિસ્તારમાં પહોંચ્યા બાદ, એ જ યુવતીએ ઓટોરિક્ષા ન મળવાનું કારણ જણાવીને લોખંડવાલા વિસ્તારમાં ડ્રોપ કરી દેવાની વિનંતી કરી. ફરિયાદીના મિત્રએ ના પાડી હોવા છતાં, ઉદ્યોગપતિએ યુવતીને પોતાની કારમાં લિફ્ટ આપવા માટે સંમતિ આપી. લોખંડવાલા નજીક એક હોટેલ પાસે પહોંચ્યા બાદ, યુવતીએ ઉદ્યોગપતિની નજીક જવાનો પ્રયાસ કર્યો અને તેમને કિસ કરી. આ કિસ કરતી વખતે જ કથિત રીતે યુવતીએ તેમની ૧૫ ગ્રામ વજનની સોનાની ચેઈન ચોરી લીધી. ઉદ્યોગપતિને તે સમયે ચેઈન ગુમ થઈ હોવાનો ખ્યાલ આવ્યો નહોતો. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને જોયું કે લગભગ ₹૭૫,૦૦૦ની કિંમતની સોનાની ચેઈન ગાયબ છે, જેના પગલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઘટના બાદ ફરિયાદી બહારગામ ગયો હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. ઘટના બાદ ઉદ્યોગપતિ એ ફરીથી તે જ ક્લબની મુલાકાત બીજી વાર લીધી અને યુવતી વિશે પૂછપરછ કરી. ક્લબ મેનેજમેન્ટે યુવતીનું નામ પણ જણાવ્યું અને તેનો મોબાઇલ નંબર પણ આપ્યો.

આ સમાચાર પણ વાંચો : London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ

આ માહિતીના આધારે, ઉદ્યોગપતિએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને યુવતીની શોધખોળ શરૂ કરી છે અને તપાસ કરી રહી છે કે શું આ ઘટના કોઈ પૂર્વનિયોજિત ‘હની-ટ્રેપ’ નો ભાગ હતી.

 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Asian Seed Congress 2025: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મુંબઈમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન કર્યું
Exit mobile version