News Continuous Bureau | Mumbai
તમે ઘણી વાર કાર(Car Fire)માં આગ લગતા જોઈ હશે પણ, શું તમે ક્યારેય ચાલતી કારમાં આગ ફાટી નીકળતા જોઈ છે? કારમાં આગ લાગી હોવાના વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર પણ વાયરલ થાય છે. આ એપિસોડમાં વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કાર પુલ પર સળગતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરલ વીડિયો મુંબઈના માટુંગા(Matunga)નો છે, જ્યાં એક બ્રિજ પરથી પસાર થઇ રહેલી એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી.
#માટુંગામાં ચાલુ #કારમાં ફાટી નીકળી #આગ, માત્ર થોડી જ વાર બળીને ખાખ થઈ ગઈ ગાડી.. જુઓ #વિડીયો #Mumbai #matunga #cngcar #fire #viralvideo #newscontinuous pic.twitter.com/Vdi2ABowcl
— news continuous (@NewsContinuous) November 2, 2022
મીડિયા રિપોર્ટ મુજબ દુર્ઘટના દુલભુલે પુલ પર બની હતી. સદનસીબે કારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે તરત જ ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા કાર માલિક સલામત રીતે નીચે ઉતરી ગયા. ડ્રાઇવર(Driver)ના કહેવા પ્રમાણે, સીએનજી(CNG Car) કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને જોત જોતા જ આખી કાર સળગવા લાગી. ઘટનાની જાણ થતાં જ માટુંગા પોલીસ(Matunga Police) અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માત બાદ અડધા કલાક સુધી વાહનવ્યવહાર થંભી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન- નહીં થાય કોઇ પણ નુકસાન