News Continuous Bureau | Mumbai
Mumbai Car Fire : મુંબઈના અંધેરી ઈસ્ટમાં ગોખલે બ્રિજ પર એક કારમાં આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આગ ના કારણે અંધેરીના ગોખલે બ્રિજ અને સહાર ગાંવ વિસ્તાર પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગે X (અગાઉ ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “કારમાં આગ લાગવાને કારણે ગોખલે બ્રિજ, સહાર પર ટ્રાફિક ધીમો છે.”
Mumbai Car Fire : જુઓ વિડીયો
Hello @mybmcWardKE @MyBMCFire @MumbaiPolice @MTPHereToHelp
Fire on the Telli Gully bridge, Andheri East
(Bridge between Gokhale Bridge & Highway, Bisleri Junction) pic.twitter.com/w9bEhDPfr9— Zoru Bhathena (@zoru75) June 26, 2024
Mumbai Car Fire : આગનું કારણ જાણવા માટે તપાસ ચાલુ
દરમિયાન સોશિયલ મીડિયા પર આગ બાદનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર સળગી રહી છે. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિની પુષ્ટિ થઈ નથી. આગનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : બોરીવલીમાં બેસ્ટ બસ અને ટુ વ્હીલર વચ્ચે અથડામણ, પાંચ વર્ષના બાળનું ઘટનાસ્થળે જ મોત; ડ્રાઈવર સામે થઇ કાર્યવાહી.
Mumbai Car Fire : વાહનવ્યવહાર ધીમો પડ્યો
આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બ્રિજ પર વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે. મુસાફરોને અંધેરી સબવે, કેપ્ટન ગોર ફ્લાયઓવર ઇર્લા જેવા વૈકલ્પિક માર્ગો પસંદ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.