Site icon News Continuous Bureau | Mumbai

Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં

Mumbai। બિલિંગ સોફ્ટવેરમાં ઓનલાઈન પેમેન્ટની નકલી એન્ટ્રીઓ કરીને ગ્રાહકો પાસેથી મળેલી રોકડ ખિસ્સામાં સરકાવી દીધી, ઓડિટમાં પકડાયું કૌભાંડ.

Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં  ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં

Mumbai। સચિન તેંડુલકર જીમખાનામાં ૨૪ લાખની ઉચાપત એક વર્ષથી ફરાર મુખ્ય કેશિયર કાંદિવલી પોલીસના સિકંજામાં

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai। મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) સંચાલિત કાંદિવલીના પ્રતિષ્ઠિત ‘સચિન તેંડુલકર જીમખાના’ ના હિસાબોમાં મોટાપાયે હેરાફેરી કરીને આશરે ૨૪.૧૦ લાખની ઉચાપત કરનારા મુખ્ય આરોપી કેશિયરને ઝડપી પાડવામાં કાંદિવલી પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે એક વર્ષ કરતાં વધુ સમયથી પોલીસને થાપ આપીને નાસતા ફરતા આરોપી કેશિયરની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ ક્લબમાં થયેલી નાણાકીય છેતરપિંડીને પગલે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વાર્ષિક ઓડિટ દરમિયાન પકડાઈ 24.10 લાખની મોટી નાણાકીય ઘટ

કાંદિવલી પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, ક્લબનું મેનેજમેન્ટ સંભાળતી કંપનીના સિનિયર એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ મેનેજરે ક્લબના હિસાબોનું વાર્ષિક ઓડિટ કર્યું હતું. કાંદિવલીના મહાવીર નગરમાં આવેલા આ જીમખાનામાં સ્પોર્ટ્સ એક્ટિવિટી, સ્વિમિંગ પૂલ, બેન્ક્વેટ હોલ ઉપરાંત ત્રણ મોટા રેસ્ટોરન્ટ અને બે બાર આવેલા છે, જેના તમામ નાણાકીય વ્યવહારો મેનેજમેન્ટ કંપની સંભાળે છે. ઓડિટ દરમિયાન ક્લબના ખાતાઓની ઝીણવટભરી તપાસ કરતાં ૨૪,૧૦,૮૧૭ ની મોટી નાણાકીય ઘટ સામે આવી હતી.

ગ્રાહકો પાસેથી કેશ લઈને સોફ્ટવેરમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની નકલી એન્ટ્રી કરતા હતા

તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ ક્લબના રેસ્ટોરન્ટ અને બારમાં બિલિંગ પ્રક્રિયા માટે આઉટસોર્સિંગ દ્વારા કેશિયરોની નિમણૂક કરી હતી. દરેક કેશિયરને સિસ્ટમમાં અલગ-અલગ લોગિન આઈડી આપવામાં આવ્યા હતા. જ્યારે કોઈ ગ્રાહક રેસ્ટોરન્ટ કે બારનું બિલ ‘રોકડા’ માં ચૂકવતો, ત્યારે મુખ્ય આરોપી કેશિયર અને તેનો સાથીદાર તે રોકડ રકમ કંપનીના કેશ બોક્સમાં જમા કરાવવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકી દેતા હતા. કંપનીને છેતરવા માટે તેઓ બિલિંગ સોફ્ટવેરમાં તે બિલની સામે ‘ભારતપે’ (BharatPe) અથવા અન્ય કાર્ડ પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું હોવાની નકલી અને ખોટી એન્ટ્રીઓ કરી દેતા હતા.

બેંક સ્ટેટમેન્ટની તપાસમાં ભાંડો ફૂટ્યો, મોબાઈલ બંધ કરીને ભાગેલા આરોપીની ધરપકડ

જ્યારે બેંક સ્ટેટમેન્ટ સાથે સોફ્ટવેરના આંકડા મેળવવામાં આવ્યા, ત્યારે આ આખું કૌભાંડ પકડાઈ ગયું હતું. ક્લબના મેનેજમેન્ટે જ્યારે કેશિયરોની આંતરિક પૂછપરછ કરી, ત્યારે તેમણે આઈડીનો દુરુપયોગ કરીને ઉચાપત કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાતા જ મુખ્ય આરોપી કેશિયર પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ભાગી ગયો હતો. કાંદિવલી પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારોની મદદથી એક વર્ષ બાદ તેને ઝડપી લીધો છે અને હવે કૌભાંડના નાણાં રિકવર કરવા તજવીજ શરૂ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Crime। બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડનના પિયરમાં ૨૫ લાખની ચોરી ૬ વર્ષ સુધી વિશ્વાસ જીતીને મહિલાએ તિજોરી સાફ કરી, જુહુ પોલીસે કરી ધરપકડ

Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Jogeshwari Police Wanted Fraudster લોન અને નોકરીના નામે છેતરપિંડી આચરતો વોન્ટેડ આરોપી ઝડપાયો જોગેશ્વરી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો, ૧૦ બેન્ક ખાતાં તપાસ હેઠળ
Exit mobile version