News Continuous Bureau | Mumbai
Mumbai Chawl Wall Collapsed : મુંબઈના વડાલા ( Wadala ) એન્ટોપ હિલ વિસ્તારમાં ચાલીની દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. આ ઘટના મુંબઈના એન્ટોપ હિલ( Antop Hill ) વિસ્તારના વિજય નગરના પંજા ગલીમાં બની હતી. બીજા અને ત્રીજા માળે દિવાલનો એક ભાગ ધરાશાયી થવાને કારણે આ ઘટના બની હતી. સ્થાનિક ફાયર બ્રિગેડ, વોર્ડ લેવલનો સ્ટાફ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Two woman died in a wall collapse of three-storey hut in Antop Hill, Wadala on Friday night.#Mumbai #AntopHill #Fire #Hut #Wadala pic.twitter.com/sN39SQcAiy
— Donjuan (@santryal) June 14, 2024
Mumbai Chawl Wall Collapsed : બીજા અને ત્રીજા માળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વડાલાના એન્ટોપ હિલના વિજય નગરના પંજા ગલી વિસ્તારમાં બની હતી. બીજા અને ત્રીજા માળની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : T20 World Cup 2024: સપનું થયું ચકનાચૂર, પાકિસ્તાન મેચ રમ્યા વિના જ થઈ ડિસ્કવાલિફાઈ; આ ટીમની સુપર-8માં એન્ટ્રી ..